Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત સરકાર ૬૦ હજાર કરોડના સબમરીન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરશે : નેવીની તાકાત વધશે

કેન્દ્ર સરકાર રૂપિયા ૬૦ હજાર કરોડના સબમરીન પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવા જઇ રહી છે.આ પ્રોજેક્ટને કારણે ભારતીય નેવીની તાકાતમાં વધારો કરવામાં આવશે. જેને પગલે ચીન સામે જળમાર્ગે પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે. હાલ સરકાર આ માટે ખાનગી ક્ષેત્રની પણ મદદ લઇ શકે છે.આ મોટા પ્રોજેક્ટને કારણે ખાનગી કંપનીઓને પણ સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનો વ્યાપાર કરવાની તક આપવામાં આવશે. ખાસ કરીને દેશમાં જ સંરક્ષણ ક્ષેત્રના ઓજારો અને સબમરીન જેવા વાહનોના ઉત્પાદનને વેગ મળી શકે છે. આ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ ઇસ્યૂ કરે તેવી શક્યતાઓ છે.ચીન દ્વારા તેની સમુદ્રી તાકાત વધારવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભારત માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબીત થઇ શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ કંપનીઓ લાર્સન એન્ડ ટર્બો અને રીલાયંસ હી પી-૭૫ આઇ ઉત્પાદનમાં ભાગ લેવા માટે સક્ષમ માનવામાં આવે છે.જો કે આ પ્રોજેક્ટ ક્યાં પ્રાઇવેટ સેક્ટર સાથે પાર્ટનરશીપથી આગળ વધારવો તે સરકાર નક્કી કરશે. સમુદ્રી સુરક્ષા ક્ષેત્રે ભારત વધુ એક હરણફાળ ભરવાની તૈયારીમાં.

Related posts

સાસુ-વહુની જોડી જયપુર પોલીસ માટે માથાનો દુઃખાવો બની

aapnugujarat

દેશમાં ટમેટાંનાં ભાવ ૧૫ દિવસમાં ચાર ગણા વધી ગયા

aapnugujarat

खुफिया अलर्ट, पाक से महिला फिदायीन हमले की आशंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1