Aapnu Gujarat
બિઝનેસ

બીએસએનએલ ગામડાઓમાં લગાવશે ૨૫,૦૦૦ વાઈફાઈ હોટસ્પોટ

સરકારી દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમીટેડ એ ગ્રામીણ વિસ્તારોનાં એક્સચેન્જમાં ૨૫,૦૦૦ વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરવા માટે શુક્રવારે યૂનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડ (યૂએસઓએફ) સાથે એક એમઓયૂ સાઈન કરી છે.
બીએસએનએલ તરફથી આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હોટસ્પોટ આગામી ૬ મહિનામાં લગાવવામાં આવશે. તેના માટે યૂએસઓ ફંડનાં માધ્યમથી પૈસા આપવામાં આવશે. સાથે જ સરકાર કેપિટલ એક્સપેન્ડીચર અને ઓપરેશનલ એક્સપેન્ડીચર (ઓપીઓએક્સ) નું અમલ કરશે. આ પરિયોજનાની કોસ્ટ ૯૪૦ કરોડ રૂપિયા છે.નિવેદનમાં વધુ કહેવામાં આવ્યું છે, ‘પરિયોજના હેઠળ દર એક ગ્રામીણ એક્સચેન્જમાં શરૂઆતમાં એક-એક વાઈફાઈ એક્સેસ પોઈન્ટની સ્થાપના કરવામાં આવશે.’આ મોકા પર સંચાર મંત્રી મનોજ સિન્હાએ કહ્યું છે કે, ‘ગયા વર્ષે અમારી બજાર ભાગીદારીમાં ૦.૩૦ ટકાનો વધારો થયો હતો અને આ ૯.૦૫ ટકાથી વધીને ૯.૩૫ ટકા થઇ ગઈ છે. નાણાંકીય અનુમાનો મુજબ, આ વર્ષનો પરિચાલન નફો ગયા વર્ષની તુલનામાં ઘણો વધારે હશે.’
મંત્રીએ કહ્યું કે, સરકાર ગ્રામીણ અને દૂરસ્થનાં ક્ષેત્રોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. બીએસએનએલનાં અધ્યક્ષ અને મેનેજીંગ ડિરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ વાઈફાઈ હોટસ્પોટ દ્વારા વિશ્વસનીય ઈન્ટરનેટ સેવા આપવામાં આવશે.
થોડા સમય પહેલા શેરી વિસ્તારનાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બીએસએનએલે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ગ્રાહકો ૨ જીબી ડેટાનો દરરોજ ઉપયોગ કરી શકે છો, જેની વેલીડીટી ૨૮ દિવસની છે.
તે સિવાય અમે પોતના ગ્રાહકોને ૩૩૯ રૂપિયાનાં કોમ્બો એસટીવી (સ્પેશિયલ ટેરીફ વાઉચર) ઓફરમાં પોતાના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા પૂરી પાડી રહ્યા છીએ.’

Related posts

આવકવેરા વિભાગ દ્વારા ૯૦૦ થી વધુ કેસોમાં ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ જપ્ત

aapnugujarat

પોલિસી સમીક્ષા મિટિંગ આજથી શરૂ : વ્યાજદર યથાવત રહી શકે

aapnugujarat

એસપીઆર ગ્રુપનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘માર્કેટ ઓફ ઈન્ડિયા’ જી.જી.એમ.એમ. ગુજરાત સરકારનાં સહયોગીઓ સાથે અમદાવાદમાં પ્રસ્તુત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1