Aapnu Gujarat
ગુજરાત

લોક ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ

‘ચાર ચાર બંગડી’ સોંગ ફેમ અને ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે પોતાના ગીતોને લઇ હંમેશા ચર્ચામા રહે છે ત્યારે વધુ એક વખત કિંજલ દવેએ સૌ કોઇને ચોંકાવી દીધા છે.
અભિનેત્રી અને લોક ગાયિકા કિંજલ દવેએ હવે ભાજપનાં સદસ્યતા અભિયાનને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને તે ભાજપમાં જોડાઇ ગઇ છે. આ સાથે જ કિંજલે પોતાના પ્રશંસકો અને લોકોને ભાજપનાં સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ પણ કર્યો છે. સાથે જ તેને આ વાતની માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે.
કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જીતુ વાઘાણી સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે.“કેસરીયો, કમળ અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી જ દેશની ૧૨૫ કરોડ જનતાના હૃદયમાં છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે શ્રી કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારુ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે. હું પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આદરણીય શ્રી ભરતભાઇ પંડયાનો આભાર માનું છું તેમજ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત તમામ મારા ચાહકો અને મિત્રોને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું.

Related posts

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭-૨૮મીએ નેચરોપથી અને યોગના સંદર્ભે રાષ્ટ્રીય સંમેલન

aapnugujarat

કડી તાલુકાનાં સાદરા ગામમાં ‘આપણું ગામ આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1