Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોય તો પાકિસ્તાન પણ તૈયાર : ઇમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, તેઓ પરમાણું હથિયારો છોડવા માટે પણ તૈયાર છે. પરંતુ આ માટે તેમણે એક શરત મુકી છે. અમેરિકાના પ્રવાસે પહોંચેલા ઈમરાન ખાને કહ્યું હતું કે, જો ભારત પરમાણું હથિયારો ત્યજવાનો વાયદો કરે તો પાકિસ્તાન પણ આમ કરવા માટે તૈયાર છે.
ઈમરાન ખાનને એક વાતચીત દરમિયાન સવાલ કરવામાં આવ્યો હતો કે, જો ભારત પરમાણું હથિયાર છોડવા તૈયાર થાય તો શું પાકિસ્તાન પણ આમ કરશે? તો ઈમરાન ખાને જણાવ્યું હતું કે, હા, કારણ કે પરમાણુ યુદ્ધ કોઈ વિકલ્પ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણું યુદ્ધની વાત કરવી એક આત્મઘાતી છે કારણ કે અમારી સરહદો ૨૫૦૦ કિમી જોડાયેલી છે.
ઈમરાન ખાને કહ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં કેટલીક એવી ઘટનાઓ ઘટીએ અને સરહદ પર ફરી તણાવ વધ્યો. એક ભારતીય પ્લેને પાકિસ્તાનના પ્લેનને તોડી પાડ્યું. જેથી લોકોને અહેસાસ થયો. મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પુછ્યું હતું કે, શું તેઓ પોતાની ભૂમિકા અદા કરી શકે છે? અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે, તે એકમાત્ર એવો દેશ છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી શકે છે અને આ મુદ્દો માત્ર કાશ્મીર મુદ્દો છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, છેલ્લા ૭૦ વર્ષથી અમે સભ્ય પાડૉશી માફક રહી નથી શક્યા, તો તેનું એક જ કારણ છે અને તે છે કાશ્મીર.
પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, મને સાચે જ લાગે છે કે, ભારતે વાતચીત કરવી જોઈએ. અમેરિકા તેમા મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમાં મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. અમે પૃથ્વી પરના ૧.૩ અબજ લોકોની વાત કરી રહ્યાં છે. જો બંને દેશો વચ્ચે આ મુદ્દો ઉકેલી જાય તો કેવી શાંતિ સ્થપાય તેની કલ્પના કરી શકાય.

Related posts

બ્રિટિશ પીએમની સ્પષ્ટતાઃ ડોનાલ્ડ ટ્રમ્પનો બ્રિટન પ્રવાસ રદ નથી થયો

aapnugujarat

ઉ.કોરિયા અને દ.કોરિયા દ્વારા એક જ સમયે મિસાઈલ્સ પરીક્ષણ

editor

Failing to disclose deaths of minors in military operation, Colombia defense minister resigns

aapnugujarat

Leave a Comment

UA-96247877-1