Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વિસ બેંકમાં ભારતીયોના કાળાધનનો આંકડો કેટલો છે તેની જાણ નથી : સરકાર

સ્વિટ્‌ઝરલેન્ડની બેંકોમાં ખાનગી એકાઉન્ટ રાખનારા ભારતીયો પર બાજ નજર રાખવાની શરૂઆત થઈ ગઈ છે. જૂન મહિનામાં સમાચાર આવ્યા હતા કે સ્વિટ્‌ઝરલેન્ડના અધિકારી ઓછામાં ઓછા ૫૦ ભારતીય લોકોની બેંક સંબંધી માહિતીઓ ભારતીય અધિકારીઓને સોંપવાની પ્રક્રિયામાં છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ છે કે ભારતીય નાગરિકો અથવા કંપનીઓના સ્વિસ બેંકમાં જમા કાળાધનના ભારતની પાસે પ્રમાણિક આંકડા નથી.
અસલમાં કેટલી રકમ જમા છે. આ વાતની સત્યતા ખબર છે જ નહીં. સ્વિસ બેંકોમાં ભારતીયોના જમા કરાયેલા પૈસામાં ૨૦૧૮માં ૬ ટકાની ગિરાવટ આવી છે.
કેન્દ્ર સરકાર ભારતીયોની સ્વિટ્‌ઝરલેન્ડમાં સંપત્તિઓ અને બેહિસાબ આવકની જાણ તેમજ ટેક્સ વસૂલવા માટે સતત પગલા ઉઠાવી રહી છે.
નાણા મંત્રીએ ડબલ ટેક્સેશન અવૉયડેન્સ અગ્રીમેન્ટ અને ઑટોમેટિક એક્સચેન્જ ઑફ ફાઈનાન્શિયલ એકાઉન્ટ ઈન્ફૉર્મેશનનો પણ ઉલ્લેખ કર્યો છે. જે અનુસાર ભારતને સ્વિટ્‌ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોના ખાતાની જાણકારી સપ્ટેમ્બર ૨૦૧૯થી મળવાની શરૂ થઈ જશે.
નાણાં મંત્રીએ કહ્યુ કે ભારતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે જી૨૦ અને બ્રિક્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ અવાજ ઉઠાવીને મદદ માગી છે.

Related posts

भारत में कोरोना वायरस संक्रमण के 9,110 नए मामले

editor

લિવ ઈનમાં રહેતા કપલને જો બાળક થાય તો તે બાળકને પૈતૃક સંપતિમાં હક મળશે : SC

aapnugujarat

દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1