Aapnu Gujarat
ગુજરાત

કિસાનોના વ્યાપક કલ્યાણ માટે સરકાર પ્રયત્નશીલ : સાપરિયા

કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું છે કે, રાજયના કિસાનોના હિત માટે રાજય સરકારે અનેકવિધ પગલા લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની દૃઢ ઈચ્છાશક્તિ અને માર્ગદર્શન હેઠળ રાજય સરકારે વિવિધ પગલા લઈને ખેડુતોના પડખે ઉભી રહી છે. રાજયમાં મગફળી અને તુવેરનું મબલખ ઉત્પાદન થતા ટેકાના ભાવે રાજય સરકારે ખરીદી શરૂ કરીને ૧૭૬૫ કરોડના ખર્ચે મગફળી અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજયના કિસાનો આઓર્થિક રીતે સદ્ધર અને બને તેમજ પાકના પોષણક્ષમ ભાવો મળે તે માટે ખેડુતોની રજુઆતો ધ્યાને લઈને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ૮૯૯ કરોડના ખર્ચે ૨.૧૧ લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે માટે રાજય સરકારે ૧૯૫.૯૬ કરોડના રીવોલ્વીગ ફંડની ફાળવણી કરી છે. તેવી જ રીતે તુવેરમાં પણ ૮૮૬ કરોડના ખર્ચે ૧.૭૫ લાખ મેટ્રીક ટન તુવેરની ખરીદી ટેકાના ભાવે કરી છે. મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં ચાલુ વર્ષે બટેટાનું પણ મબલખ ઉત્પાદન થયું છે ત્યારે બટેટા પકવતા ખેડુતોને મદદરૂપ થવા માટે રાજય સરકારે નિકાસ માટે અપાતી વાહતુક સબસીડી ટ્રાન્સપોર્ટ માટે આપવાનો નિર્ણય કર્યો છે ૧૦,૦૦૦ મેટ્રીક ટન બટાટાની નિકાસ થઈ છે તેના માટે ૨ કરોડની સબસીડી ચુકવવાની કામગીરી ચાલુ છે. બટેટાની નિકાસ રોડ ટ્રાન્સપોર્ટથી રાજય બહાર કરે તો ૭૫૦ મેટ્રીક ટન દીઠ તથા રેલ્વે દ્વારા રાજય બહાર નિકાસ કરે તો વાહતુક ખર્ચમાં ૧૦૦ ટકા અથવા વધુમાં વધુ ૧૧૫૦ મેટ્રીક ટનની મર્યાદામાં વાહતુક સબસીડી ચુકવવામાં આવે છે. અગાઉ આ માટે ૫૦૨૨૨૦ મેટ્રીક ટન પેટે ૧૧૫૭ લાભાર્થીઓને ૩.૭૭ કરોડની સબસીડી વર્ષ ૨૦૧૬-૧૭માં ચુકવવામાં આવી છે. રાજય સરકારના હકારાત્મક અભિગમને લીધે બટાટાની નિકાસને વેગ મળશે અને પોષણક્ષમ ભાવો મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેસર કેરી પકવતા ખેડુતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તા. ૬ મે થી તા. ૫ જુન દરમ્યાન અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૦૦૦થી વધુ કેરી પકવતા ખેડુતોની ૮૫થી વધારે સહકારી મંડળીઓએ ભાગ લીધો હતો અને અમદાવાદના હજારો નાગરિકોને ઓર્ગોનિક કેસર કેરી વ્યાજબી ભાવે મળી હતી.

Related posts

મોદી તેમજ ભાજપને જનતા ઓળખી ગઈ : રાહુલ ગાંધી

aapnugujarat

શહેરનાં પૂર્વ-દક્ષિણઝોનના કેટલાક ભાગોમાં ડ્રેનેજ લાઈન નથી

aapnugujarat

અમદાવાદના નવરંગપુરામાં ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1