પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સોમાલિયા વચ્ચે સજા થયેલી વ્યક્તિઓ કે કેદીઓના હસ્તાંતરણ પર થયેલી સમજૂતીના હસ્તાક્ષર માટે અને તેને સંમતિ આપવા મંજૂરી આપી હતી.
સોમાલિયા સાથે થયેલી સમજૂતી સોમાલિયાની જેલોમાં બંધ ભારતીય કેદીઓ અને ભારતીય જેલોમાં બંધ સોમાલિયાના કેદીઓને તેમના સગાસંબંધીઓને લઈ જવામાં મદદ કરશે, જેઓ બાકીની સજા તેમના દેશોની જેલોમાં કાપશે અને તેમના સામાજિક પુનર્વસનની સુવિધા મળશે.
ભારત સરકારે બ્રિટન, મોરેશિયસ, બલ્ગેરિયા, ફ્રાન્સ, ઇજિપ્ત, શ્રીલંકા, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ઇરાન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ઇઝરાયેલ, બોસનિયા અને હર્ઝેગોવિના, યુએઇ, ઇટાલી, તુર્કી, માલ્દિવ્સ, થાઇલેન્ડ, રશિયન સંઘ, કુવૈત, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કતાર, મોંગોલિયા, કઝાખસ્તાન, બહરિન અને એસ્તોનિયા સાથે કેદીઓના હસ્તાંતરણ પર દ્વિપક્ષીય સમજૂતી કરી છે.
વર્ષ ૨૦૦૪ અગાઉ કોઈ સ્થાનિક કાયદો નહોતો, જે અંતર્ગત વિદેશી કેદીઓને તેમના મૂળ દેશમાં બાકીની સજા પૂરી કરવા હસ્તાંતરિત કરવાની જોગવાઈ નહોતી, કે વિદેશી અદાલતમાં ભારતીય મૂળના કેદીઓના હસ્તાંતરણ માટે અને બાકીની સજા ભારતમાં પૂરી કરવા માટેની જોગવાઈ નહોતી. આ પ્રકારના કેદીઓનું તેમના મૂળ દેશોમાં હસ્તાંતરણ તેમના સામાજિક પુનર્વસનને સુલભ કરશે.
એટલે કેદીઓના પ્રત્યાર્પણનો કાયદો, ૨૦૦૩ ઉપરોક્ત હેતુ પાર પાડવા માટે બનાવવામાં આવ્યો હતો. કાયદાનો આ ઉદ્દેશ પાર પાડવા પારસ્પરિક હિત ધરાવતા દેશો સાથે સંધિ/સમજૂતી કરવાની જરૂર છે. કથિત સંધિ/સમજૂતીને સત્તાવાર ગેઝેટમાં નોટિફાઇ કરવાની જરૂર છે.