Aapnu Gujarat
ગુજરાત

શહેરનાં પૂર્વ-દક્ષિણઝોનના કેટલાક ભાગોમાં ડ્રેનેજ લાઈન નથી

અમદાવાદ શહેરમાં આ વર્ષે મોસમનો અત્યાર સુધીમાં સરેરાશ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે આમ છતાં આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની સ્માર્ટસીટીના દાવાઓને લગતી અનેક પોલ ખોલી નાંખી છે.મહત્વ પૂર્ણ બાબત તો સામે એ આવવા પામી છે કે,વર્ષ-૧૯૮૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પૂર્વના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં આજદીન સુધી આ વિસ્તારો સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈન પહોંચાડવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ જતા આ વિસ્તારમાં રહેતા નાગરિકોની મુશ્કેલીઓમાં પારવાર વધારો થવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૧૯૮૬ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પૂર્વના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ પછી આજે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રનો આંકડો કુલ મળીને રૂપિયા ૬૫૫૧ કરોડ ઉપર પહોંચવા પામ્યો છે.આમ છતાં આ વિસ્તારમાં રહેતા લોકોને જે પાયાની એવી નળ,ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ તંત્ર તરફથી પુરી પડાવી જોઈએ એ પહોંચાડવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ નિવડયુ છે.આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે,મ્યુનિસિપલ તંત્ર આ વિસ્તારોમાંથી વર્ષે દહાડે કરોડો રૂપિયા ટેકસ પેટે વસુલીને લઈ જાય છે આમ છતાં પાયાની સુવિધાઓ આટલા વર્ષે પણ મળવા પામી નથી.અહીંથી ચુંટાઈને મ્યુનિસિપલ કોર્પોરેટર બનતા કોર્પોરેટરોમાં પણ રાજકીય ઈચ્છાશકિત ન હોવાના કારણે શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનના વિસ્તારોની સરખામણીમાં સુવિધાઓ મળતી નથી.દરમિયાન રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલે એક વાતચીતમાં કહ્યુ છે કે,હાથીજણ વોર્ડમાં આવેલા નવા વિંઝોલ,નવા વટવા, બચુભાઈનો કુવો, વીનીયાપીરનો ટેકરો વગેરે વિસ્તારમાં મ્યુનિ.દ્વારા ડ્રેનેજ પંપીંગ સ્ટેશન જ બનાવવામાં આવ્યુ નથી.જેને કારણે ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં બેક મારે છે ખાસ કરીને વરસાદની મોસમમાં આ પાણી રસ્તાઓ ઉપર ફરી વળે છે.જેને લઈને ગંદકી ફેલાઈ રહી છે.

Related posts

अहमदाबाद आरटीओ द्वारा वसूली जाती पेनल्टी पर हाईकोर्ट का स्टे

aapnugujarat

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધાર બિલ પસાર

aapnugujarat

“પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ.ને અપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1