Aapnu Gujarat
ગુજરાત

કોન્ટ્રાકટરોની અચોકકસ મુદતની હડતાળથી ધોવાઈ ગયેલા રસ્તાઓના રિસરફેસના કામ અટવાશે

રાજયના કોન્ટ્રાકટરો દ્વારા જીએસટીના વિરોધમાં આજથી શરૂ કરવામાં આવેલી અચોકકસ મુદતની હડતાળને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ધોવાઈ ગયેલા ૫૦ થી પણ વધુ રસ્તાઓના રિસરફેસની કામગીરી ઉપર તેની અસર પડશે ઉપરાંત જ્યાં સુધી આ હડતાળનો કોઈ નકકર ઉકેલ નહીં આવે ત્યાં સુધી શહેરીજનોને ખાડા-ખૈયાવાળા રસ્તાઓ ઉપરથી પસાર થવુ પડશે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં આ વર્ષે ૨૫ જુનથી શરૂ થયેલા વરસાદને પગલે અત્યારસુધીમાં શહેરમાં સરેરાશ દસ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના પગલે શહેરના સૈજપુર વોર્ડમાં પાંચ રસ્તાઓ, ઈન્ડિયાકોલોની વોર્ડમાં ચાર રસ્તા, વિરાટનગર વોર્ડમાં ત્રણ રસ્તા, બાપુનગર વોર્ડમાં છ જેટલા રસ્તા, જમાલપુર વોર્ડમાં બે રસ્તા, સરખેજ-મકતમપુરા વોર્ડમાં ૧૦ રસ્તા, ગોમતીપુર વોર્ડમાં ૧૨ જેટલા રસ્તા, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં બે રસ્તા, લાંભાવોર્ડમાં ચાર રસ્તા, રામોલ-હાથીજણ, અમરાઈવાડીમાં એક, સરદારનગરમાં બે, સરખેજ વોર્ડમાં છ રસ્તા, નરોડામાં બે રસ્તા, થલતેજ વોર્ડમાં ત્રણ રસ્તા મળીને કુલ ૫૦થી પણ વધુ રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા છે અથવા તેના ઉપર ખાડા-ખૈયા પડી જવા પામ્યા છે.આ તમામ રસ્તાઓને રિસરફેસ કરવાની કામગીરી આજથી કોન્ટ્રાકટરોની હડતાળને પગલે અટવાઈ પડશે એમ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાકટરોને રોડની કામગીરી સોંપવામાં આવી રહી છે આ કોન્ટ્રાકટરો પૈકી પણ મોટાભાગના કોન્ટ્રાકટરો આજથી કોન્ટ્રાકટરોની રાજય વ્યાપી શરૂ થયેલી અચોકકસ મુદતની હડતાળમાં જોડાયા હોવાનું જાણવા મળ્યુ છે.જેને લઈને આગામી સમયમાં પણ વરસાદી માહોલની વચ્ચે અમદાવાદીઓને હજુ જ્યાં સુધી આ કોન્ટ્રાકટરોની હડતાળ ન સમેટાય ત્યાં સુધી ખાડા-ખૈયાવાળા રસ્તા ઉપરથી પસાર થવું પડશે.

Related posts

કલોલનું દંપતી મલેશિયાના ફેક પાસપોર્ટ સાથે ઝડપાયું

aapnugujarat

વ્હીકલ બ્લોક બુકીંગ કાંડમાં ચિરાગ સહિત ત્રણ ઝડપાયા

aapnugujarat

કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે ૮૦૦ ખાસ ટ્રેનો દોડાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1