Aapnu Gujarat
Uncategorized

બે દીપડા કુવામાં ખબકયા

વેરાવળ ના પ્રભાસ પાટણ પાસે આવેલ હીરણનદી ના કાંઠે આવેલ મીઠાપુર ગામ એ દિપડો અને દિપડી કુવામાં ખાબકયા હતા જેમાં દિપડો મોત ને ભેડયો હતો જયારે દિપડી ને વેરાવળ ફોરેસ્ટ વિભાગ ની ટીમે રેસ્કયુ દ્વારા સહિસલામત બહાર કાઢવામાં આવી હતી,

બનાવ ની વિગત એમ છે કે મીઠાપુર ગામે મેરામણભાઇ રામ ભાઇ ડોડીયા ની વાડી ના કુવામાં ૨૪ કલાક પહેલા મેટિંગ ની ક્ષણો દરમિયાન કુવા મા દિપડો અને દિપડી એક સાથે કુવામાં ખાબકયા હતા જેની જાણ ખેડૂતો મેરામણભાઇ ને થતા તેઓ ફોરેસ્ટ વિભાગ ને કરી હતી જેથી વેરાવળ ફોરેસ્ટ વિભાગ ની રેસ્કયુ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી જેમાં મૃત્યુ દિપડા ને ખાટલો કુવામાં ઉતારી અને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે દિપડી કુવાના એક સાઇટ ના ભાગમાં સહિસલામત રીતે ઉભી હતી જેથી ફોરેસ્ટ વિભાગ આ ૬૦ ફુટ ઉંડા કુવામાં 30 ફુટ જેટલુ પાણી હોવા છતાં પણ વન વિભાગ ની રેસ્કયુ ટિમ દ્વારા પાંજરું કુવા માં ઉતારી જીવિત દીપડી નું રેસ્કયુ કરી અને સહીસલામત બહાર કાઢવામાં આવ્યુ હતું જેમાં દિપડો ચારેક વર્ષ નો નર જે મોત ને ભેટ્યો।અને દિપડી ત્રણેક વર્ષ ની જીવિત પકડતાં જીવિત દિપડી ને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવા તેમજ મૃત દીપડા ના પી.એમ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી. છે આ કામગીરી મા ફોરેસ્ટ વિભાગ ના એલ ડી ગલચર, આર કે મોરડીયા, વેરાવળ અને માંગરોળ ની ટ્રેકર ટીમ દ્વારા બે કલાક સુધી રેસ્ક્યુ હાથ ધર્યું હતું

Related posts

હિંમતનગરમાં ફરી હિંસા : પોલીસે છોડયા ટીયર ગેસના સેલ

aapnugujarat

મંદાના કરીમીએ પતિ ગૌરવ પર મારપીટનો આરોપ લગાવ્યો

aapnugujarat

ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે માંગરોળ-માળિયા તાલુકામાં તંત્રને હાઈએલર્ટ પર મુકાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1