Aapnu Gujarat
Uncategorized

ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે માંગરોળ-માળિયા તાલુકામાં તંત્રને હાઈએલર્ટ પર મુકાયું

ઓખી વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં તોળાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે ઉદ્‌ભવેલુ ઓખી નામનુ વાવાઝોડુ ૩ થી ૭ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમના દરીયાકાંઠા તરફના તમામ રાજયોને અસર કરે એવી સંભાવના નેશનલ ડીઝાસ્ટર સેલની સુચના બાદ ગુજરાતમાં દરીયાકીનારા પર તંત્રને એલર્ટ પર મુકવામા આવ્યુ છે એમાં પણ માંગરોળ અને માલિયા તાલુકામા તંત્રને હાઈએલર્ટ પર મુકવામા આવ્યું છે.નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં હાલ લક્ષદ્વીપ પાસે ઓખી વાવાઝોડુ કેન્દ્રીત થયેલુ છે.જે આગળ વધીને આગામી ૭ ડિસેમ્બર સુધીમાં દેશના દક્ષિણ-પશ્ચિમ તરફના વિસ્તારોમાં અસર કરશેઆ આગાહીમા ૫થી ૭ દરમિયાન વરસાદની પણ આગાહી કરવામા આવી છે.આ પરિસ્થિતિમાં માંગરોળ અને માળિયા તાલુકામા તંત્રને હાઈએલર્ટ પર મુકવામા આવ્યુ છે.જુનાગઢ જિલ્લામા તમામ તાલુકાઓને અગમચેતીના પગલા લેવા આદેશ કરવામા આવ્યો છે.આ ઉપરાંત તાલુકા કંટ્રોલરૂમ પર હાજર રહી દરેક મામલતદાર કક્ષાના અધિકારીઓને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવાના આદેશ આપવામા આવ્યા છે.

Related posts

શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

editor

વેરાવળ.સિંચાઈ વિભાગની વિભાગીય કચેરી શરૂ કરવા મંત્રીને રજુઆત

aapnugujarat

Attack on police team due to raid the indigenous liquor making unit, 23 arrested including 21 women

aapnugujarat

Leave a Comment

UA-96247877-1