Aapnu Gujarat
ગુજરાત

પરિણિતાને રંજાડતા યુવક, માતા-પિતા વિરૂદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણકયપુરી ખાતે રહેતા એક યુવકે તેની સામે જ રહેતી રાજપીપળાની પરિણિત યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ પાછળથી તેના મોબાઇલ પર બિભત્સ મેસેજ મોકલી અભદ્ર માંગણીઓ કરી બળજબરીથી સંબંધ રાખવા ત્રાસ આપતાં કંટાળેલી યુવતીએ આરોપી યુવક અને તેના માતા-પિતા વિરૂધ્ધ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે, મૂળ રાજપીપળા ખાતે રહેતી યુવતી શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે અને અમદાવાદમાં ચાણકયપુરી વિસ્તારમાં સેકટર-૬ ખાતે પોતાના બે બાળકો સાથે રહે છે. યુવતીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા પરંતુ હાલ તેના પતિ સામે અમદાવાદની કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલુ છે. યુવતીના ઘરની સામે જ રહેતા આરોપી મિલન દિલીપભાઇ દરજીને દસેક મહિના પહેલા આ યુવતી સાથે પાડોશના નાતે મિત્રતા થઇ હતી અને બંને વચ્ચે વાતચીત અને મેસેજની આપ લે થતી હતી પરંતુ યુવક તરફથી બિભત્સ મસેજો અને અભદ્ર માંગણીઓ શરૂ થતાં યુવતીને તેનાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. જો કે, યુવકે ઉલ્ટાનું બિભત્સ મેસેજની સાથે સાથે અભદ્ર માંગણીઓ અને જાહેરમાં યુવતી પર એસિડ ફેંકવાની અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી, યુવકે ઇન્ટરનેટ પર યુવતીની તસવીરો મૂકી તેને બદનામ કરી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. યુવતીએ યુવકના માતા-પિતાને આ સમગ્ર મામલાની જાણ કરતાં તેઓ પણ યુવતીને તેમના પુત્ર સાથે લગ્ન કરી લેવા દબાણ કરતા હતા. યુવતી એકલદોકલ આવનજાવન કરતી હોય ત્યારે યુવક તેને રસ્તામાં આંતરી હેરાન-પરેશાન કરતો હોઇ અને તેના બાળકોને તેમ જ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાની સંબંધ બાંધવા મજબૂર કરતો હોઇ આખરે યુવતીએ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Related posts

સુરત શહેરના વોર્ડ નંબર 22ના વિશ્વકર્મા મંદિર ખાતે આયોજિત ટિફિન બેઠકમાં હર્ષ સંધવી ઉપસ્થિત રહ્યા

aapnugujarat

જેતલસર સગીરાની હત્યા કેસ મામલે આરોપી પર મજબૂત સકંજો

editor

दलबदलू नेताओं से उपचुनाव का खर्च वसूला जाए, गुजरात हाईकोर्ट में PIL

editor

Leave a Comment

UA-96247877-1