ડ્રગ્સ અને જુગારની લત બદલ વિશ્વભરમાં કુખ્યાત સાઉદી અરબના પ્રિન્સ માજિત બિન અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ ફરી સમાચારોમાં ચમક્યા છે.અબ્દુલ્લાએ સિનઈ ગ્રાન્ડમાં પોકર રમવાની શરૂઆત કરી ત્યારબાદ તેઓ સતત હારતા હતાં. આમને આમ સાઉદી પ્રિન્સ છ કલાકમાં જ ૩૫ કરોડ અમેરિકી ડોલર હારી ગયા હતાં. આમછતાં પ્રિન્સ અબ્દુલ્લાને કળ વળી ન હતી અને હારેલો જૂગારી બમણુ રમે તેમ તેમણે ૨.૫ કરોડ ડોલરમાં પાંચેય પત્નીઓને ગીરો મુકી હતી. આમાં પણ તેઓ પાંચેય પત્નીઓ હારી ગયા હતાં.કેસિનોના ડાયરેકટર અલી શમુને જણાવ્યું હતું કે પ્રિન્સે તેમની પત્નીઓ ગીરવે મૂકી છે. આમાં પણ હારી જતાં તેઓ પત્નીઓ વિના જ ચાલ્યા ગયા હતાં. કેસિનોમાં લોકો ઊંટ અને ઘોડા હારીને જતા રહ્યા હોય તેવું પ્રથમવાર બન્યું નથી, જોકે લોકો મોડે મોડે આ બધું છોડાવી પણ લે છે. જુગારમાં હાર્યા પછી પત્નીને કોઈ છોડી ગયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.પ્રિન્સના આ કૃત્યથી તેમની સરકાર શરમ અનુભવે છે. સાઉદી પ્રિન્સની પત્નીઓને સાઉદી અરબ પરત કરાશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે સાઉદી અરબનો શાહી પરિવાર નાણાં ચુકવી પ્રિન્સની પત્નીઓને છોડાવી લે તે શક્ય છે.બીજીબાજુ ઈજિપ્તના વિદેશપ્રધાન સમેશે જણાવ્યું હતું કે સરકાર સાઉદી મહિલાઓને તેમના પતન પરત મોકલવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. તેમના પતિએ ઉછીના લીધેલા નાણાં વહેલામાં વહેલાં પરત ચુકવી આ મહિલાનો છોડાવી લેવામાં આવશે. સાઉદી પ્રિન્સ આ અગાઉ પણ કેટલીકવાર વિવાદમાં સપડાઈ ચુક્યા છે.