Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડકપ જીતવા અમે કોઈ કસર બાકી નહીં રાખીએઃ ગપ્ટિલ

છેલ્લાં વર્લ્ડ કપમાં પરીઓની કથા સમાનનો અંત લાવવામાં ન્યૂ ઝીલેન્ડ નિષ્ફળ રહ્યું હતું, પણ આ વેળા ટ્રોફી જીતવા તે પોતાના પ્રયાસમાં કોઈ કચાસ રાખશે નહીં, એમ ફટકાબાજ ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગપ્ટિલે કહ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપની તૈયારી સારી રીતે શરૂ કરતા સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાતા ભારતને શનિવારે પ્રેક્ટિસ મેચમાં ૭૭ બોલ બકી રહેતા છ વિકેટથી પરાજય આપ્યો હતો. “હું એમ કહેતો નથી કે વર્લ્ડ કપ જીતવા આ વેળા અમે ફેવરિટ છીએ, પણ અત્યારે અમારી ટીમ ઘણી સારી છે અને આગામી સ્પર્ધા પડકારરૂપ હોવા છતાં, અમે ટ્રોફી જીતવાના શ્રેષ્ઠ પ્રયાસ કરીશું, એમ ગપ્ટિલે સમાચાર સંસ્થાને કહ્યું હતું.
ન્યૂ ઝીલેન્ડ અનુભવી ખેલાડીઓ સાથે સમતોલ ટીમ તરીકે વર્લ્ડ કપમાં રમવા બ્રિટન આવી છે અને ઈંગ્લેન્ડની પિચો ગપ્ટિલ જેવા ફટકાબાજ બેટધરોને માફક આવી શકે છે કે જેનો ફાળો ટીમની સફળતામાં મુખ્ય બની શકે છે.

Related posts

‘सिक्सर किंग’ युवराज ने क्रिकेट को कहा अलविदा

aapnugujarat

धोनी के संन्यास पर बोले हार्दिक – मेरे करियर में सबसे बड़ी प्रेरणा बनने के लिए धन्यवाद

editor

શ્રીલંકાના પ્રવાસમાં ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમશે ટીમ ઈન્ડિયા

editor

Leave a Comment

UA-96247877-1