Aapnu Gujarat
મનોરંજન

રંજીતા પર પતિએ મારપીટને લઈ પોલીસ ફરિયાદ કરી

૮૦ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ રંજીતા કૌર (૬૦ વર્ષ) પર તેના પતિ (૬૮ વર્ષ)એ મારપીટનો આરોપ લગાવ્યો હતો અને ચોથા માળની બાલકનીમાંથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તેવી ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે રંજીતા કૌરે બોલિવૂડ એક્ટર રીષિ કપૂર સાથે ’લૈલા મજનૂ’માં કામ કર્યું હતું. આ સિવાય સચિન સાથે ’અંખિયો કે ઝરોખે સે’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. આ સિવાય રંજીતાએ ઘણી હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. રિપોટ્‌ર્સ પ્રમાણે, રંજીતા વિરૂદ્ધ તેના પતિ રાજ મસંદે પુનામાં પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, આ કેસની ચર્ચા થતા હવે પરિવારે બધું ઠીક હોવાની વાત કરી છે.
રાજ મસંદે સીનિયર સિટિઝન હેલ્પલાઈન દ્વારા પત્ની રંજીતા કૌર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. સૂત્રોના મતે, રંજીતા કૌર દીકરા સ્કાય (૨૮ વર્ષ) સાથે મળીને પતિ રાજને હેરાન કરતાં હતાં રાજે ગયા અઠવાડિયે જ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં રંજીતાએ મારપીટ કરી તથા જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો તે વાત સામેલ હતી. રાજ તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રંજીતા તથા પુત્ર સ્કાયે તેમને ચોથા માળની બાલકનીમાંથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

‘ઓહ માય ગોડ’ની સિકવલમાં યામી અક્ષય કુમાર સાથે જાેવા મળશે

editor

सन्नी देओल कोरोना पॉजिटिव

editor

સંજય દત્ત અને રાની મુખરજી પ્રથમવાર એકસાથે જોવા મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1