Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેહલોત,કમલનાથ,ચિદમ્બરના પુત્ર મોહને કારણે પાર્ટીએ પરિણામ ભોગવવું પડ્યુ : રાહુલ ગાંધી

કોંગ્રેસમાં કારમી હાર પર મંથન ચાલુ છે. શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાંની રજૂઆત કરી. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેને ઠુકરાવી દીધી. પરંતુ આ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનથી નાખુશ રાહુલ ગાંધી પોતાના સીનિયર લીડરોથી નારાજ છે. વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન તેમણે પોતાની નારાજગી વ્યક્ત પણ કરી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતા રહેશે, પરંતુ પોતાનું રાજીનામું પરત લેશે નહીં. ગાંધી પરિવારથી બહારની કોઇપણ વ્યક્તિ પાર્ટી અધ્યક્ષ બની શકે છે. તેમ તેમણે ઉમેર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે ઈનકાર કરી દીધો હતો.
શનિવારના રોજ રાહુલ ગાંધી એ સિનિયર નેતાઓથી નારાજ દેખાયા, જેમણે પોતાના દીકરાઓને ટિકિટ અપાવી. દીકરાઓને ટિકિટ મળ્યા બાદ સિનિયિર નેતાઓએ તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી, તેનું પરિણામ પાર્ટીએ ભોગવવું પડ્યું. કારણ કે મોટા નેતા એક સંસદીય ક્ષેત્રમાં સિમિત રહ્યાં. આપને જણાવી દઇએ કે કોંગ્રેસે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સહિત કેટલાંય નેતાઓના દિકરાઓને ટિકિટ અપાવી હતી.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન રાહુલ ગાંધીએ એ રાજ્યોના ખરાબ પ્રદર્શન પર પણ નારાજગી વ્યક્ત કરી, જ્યાં તાજેતરમાં જ તેમણે સારું પ્રદર્શન કર્યું. તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ સામેલ છે. રાહુલે કહ્યું કે આ રાજ્યોના નેતા રાફેલ અને ‘ચોકીદાર ચોર હૈ’ જેવા અગત્યના મુદ્દાને લોકોની વચ્ચે લઇ જવામાં નિષ્ફળ રહ્યા. તેના લીધે ભાજપની વિરૂદ્ધ રાહુલનો પ્લાન ફ્લોપ થઇ ગયો.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૬૮૨ કેસ, ૪૪૬ના મોત

editor

અમેઠીમાં રાહુલનો ભારે વિરોધ, “ઇટાલી પાછા જાવ”નાં નારા ગુંજ્યા

aapnugujarat

Union HM Shah cancels ITBP function in Greater Noida

aapnugujarat

Leave a Comment

UA-96247877-1