Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ પર રાજ્ય મંત્રીમંડળે વટહુકમને આપી મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમમાં મરાઠી વિદ્યાર્થીઓ અનામત આપવા માટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો આરક્ષણ અધિનીયમ,૨૦૧૮માં સંશોધન પર વટહુકમને મંજૂરી આપી છે. કેબિનેટ દ્વારા વટહુકમ લાગુ થયા પછી અસરગ્રસ્ત સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ફી ચૂકવવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. એક મંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટા હેઠળ ખાનગી કોલેજોમાં નોંધણી કરી શકે છે.મુંબઇ હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં મરાઠા સમુદાય માટે ૧૬ ટકા અનામત એ કારણે નામંજૂર કર્યુ હતું કે,પ્રવેશ પ્રક્રિયા ઘણી વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટનાં નિર્ણયને યથાવત રાખ્યો હતો.કેબિનેટ બેઠક પછી મીડિયા સાથે વાત કરતા મહેસૂલ પ્રધાન ચંદ્રકાત પાટીલે જણાંવ્યું કે,અધ્યાદેશનો ડ્રાફ્ટ રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યો છે.તેમણે જણાંવ્યું કે,આ વટહુકમને લીધે એવા વિદ્યાર્થીઓને રાહત મળશે જે અનામત હેઠળ પ્રવેશ મેળવી ચુક્યા છે,પરંતુ કોર્ટ દ્વારા પ્રક્રિયા પર રોક લગાવ્યા બાદ અટકી પડ્યું હતું. હવે પ્રવેશ પ્રક્રિયાનાં ત્રીજા તબક્કાનો પ્રારંભ થશે.મંત્રીએ કહ્યું કે સામાન્ય કેટેગરીનાં જે વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે તે ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે. તેમજ સરકાર આ વિદ્યાર્થીઓની ફી ભરશે. પાટીલે જણાંવ્યું કે, સામાન્ય કેટેગરીનાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવી શકે છે. તેમજ આ મામલે સરકાર તેમને સંપુર્ણ સહકાર આપશે.પાટીલનાં જણાંવ્યા પ્રમાણે,રાજ્ય સરકાર પ્રવેશની સમય મર્યાદા ૨૫થી ૩૧ મે સુધી લંબાવવા માટે સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખટખટાવશે. તેમણે કહ્યું કે, અમે મેડિકલ અભ્યાસક્રમોમાં ૨૧૩ બેઠકો વધારવાની માગ કરીશુ.પાટીલનાં જણાંવ્યા પ્રમાણે,આ મુદ્દે ૨૧-મેનાં રોજ એક મીટીંગ બોલાવવામાં આવી છે. તેમજ અન્ય રાજ્યો પાસેથી આવેલી માગને પણ સંબોધિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે વધારાની સીટો પર અનામત લાગુ કરવાની માગ સાથે અદાલતનાં દ્વારે પહોંચશું.

Related posts

कर्नाटक में येदि सरकार ने टीपू सुल्तान जयंती समारोह पर लगाई रोक

aapnugujarat

ભાજપ ઘોષણાપત્ર : કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા ૨૫ લાખ કરોડનો ખર્ચ કરાશે : અમિત શાહ

aapnugujarat

રાહુલનાં ઉપવાસ : કોંગી નેતા છોલે ભટુરે આરોગીને આવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1