Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીટેટની પરીક્ષામાં ૧૦ ટકા અનામતની માંગવાળી અરજી પર સુપ્રિમે કેન્દ્રને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટમાં સીટેટની પરીક્ષામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત અંતર્ગત માર્ક્સમાં છુટછાટ આપવા માટે લઈને એક અરજી દાખલ કરી હતી. આ અરજી પર હવે કોર્ટે સરકારને નોટીસ ફટકારી છે. સીટેટમાં અત્યાર સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા ૧૦ ટકા અનામતને શામેલ કરવામાં આવ્યું ન હતું.
આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતુ કે પ્રવેશની યોગ્યતા માટે લેવાતી પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું આરક્ષણ આવી શકે નહીં. જસ્ટિસ ઈંદિરા બેનર્જી અને સંજીવ ખન્નાની બેન્ચે સીટેટ, ૨૦૧૯માં આર્થિક રૂપે નબળા લોકો માટે ૧૦ ટકા અનામત માટે કરેલી અરજીની સુનાવણી વખતે આ સ્પષ્ટીકરણ કર્યુ હતું.
બેન્ચે કહ્યું હતુ કે પ્રવેશ પરીક્ષાને પાસ કરવા માટે કોઈ પણ પ્રકારનુ આરક્ષણ ન હોઈ શકે આ સંપુર્ણ રીતે ખોટુ છે. આ માત્ર યોગ્યતા પ્રાપ્ત કરવાની પરીક્ષા છે. અનામતનો સવાલ તો પ્રવેશ સમયે ઉભો થશે. અરજી કરનારના વકીલે સાત જુલાઈએ થનારી પરીક્ષાની સુચનાની વાત કરી તો બેન્ચે જણાવ્યું કે પરીક્ષામાં અનુસૂચીત જાતિ અને જનજાતિના સદસ્યોને પણ કોઈ પણ પ્રકારનુ આરક્ષણ આપી
શકાશે નહીં.

Related posts

હવે તત્કાલ પાસપોર્ટ ફક્ત ત્રણ દિવસમાં મળી જશે

aapnugujarat

मोदी २.० के पहले १०० दिनों के लिए १६७ बड़े कामों की लिस्ट तैयार

aapnugujarat

ધરતીપુત્ર બનશે રાજ્યનો આગામી સીએમ, મમતા રાજીનામુ તૈયાર રાખે : અમિત શાહ

editor

Leave a Comment

UA-96247877-1