Aapnu Gujarat
ગુજરાત

રખડતા ઢોર મામલે એએમસીની લાલ આંખ, પશુપાલકો સામે ગુનો નોંધાયો

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે એએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હવે પોલીસે પણ કડક હાથે કાર્યવાહી શરૂ કરતા રસ્તા પર છુટા મુકતા ઢોર માલિક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે. શાહીબાગના બળીયાલીંમડી વિસ્તારમાં રસ્તા પર ૫ ગાયો છુટી મુકનાર ઢોર માલિક વિરુદ્ધ આઇપીસી ૩૦૮ અને પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
રસ્તે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ એએમસી તંત્રએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ થોડા સમય બાદ ઢીલી કામગીરી કરી દેવામાં આવી હતી. અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતોના બનાવ બન્યા હતા. વિનોબાભાવે નગરમાં રહેતા એક વૃદ્ધને ગાયે અડફેટમાં લેતા તેમનું મોત નિપજ્યું હતું. આવી ઘટનાઓ વધતા કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે. અસારવાના બળીયાલીંમડી જુની પટેલની ચાલી પાસેથી કોર્પોરેશને ૫ જેટલી ગાયોને રસ્તા પરથી પકડી હતી. જે મામલે શાહીબાગ પોલીસે ગાય માલિક રણછોડ રબારી સામે ગુનો નોંધ્યો છે.

Related posts

અમદાવાદનાં પૂર્વ ક્ષેત્રમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડ્રેનેજ નેટવર્ક બનશે

aapnugujarat

મિશન વિદ્યા કાર્યક્રમથી પ્રિય વિદ્યાર્થીઓ વધુ સક્ષમ બનશે અને શિક્ષણનું મજબૂતીકરણ થશે : ઊર્જામંત્રી સૌરભ પટેલ

aapnugujarat

અમદાવાદમાં પણ વધ્યા કંજંક્ટિવાઈટિસના કેસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1