Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરદ પવારનો દાવો- બીજેપીની સરકાર બની તો અટલ સરકારની જેમ ૧૩ દિવસમાં જ પડી જશે

છેલ્લા તબક્કાના મતદાન અને મતગણતરી પહેલા નવી સરકારના ગઠનને લઇને અનેક પ્રકારના કયાસો લગાવવાનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. હવે આના પર તાજુ નિવેદન સીનિયર નેતા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આપ્યુ છે. પવારના મતે બીજેપીની સરકાર બનશે તો માત્ર ૧૩ દિવસમાં જ પડી જશે. તેમને મોદી સરકારની વિદાઇનો દાવો કર્યો છે. શરદ પવારે દાવો કર્યો છે કે, જો બીજેપીની સરકાર બનશે તો અટલ સરકારની જેમ ૧૩ દિવસમાં જ પડી જશે. જો રાષ્ટ્રપતિ બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે, તો તે ગૃહમાં પોતાની બહુમતી સિદ્ધ નહીં કરી શકે. જો મોદી સરકાર બનાવવામાં સફળ થઇ પણ જશે, તો તેમને તે જ હાલ થશે જે ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીનો થયો હતો, ૧૩ દિવસમાં સરકાર પડી ગઇ હતી.જોકે, શરદ પવારે એ સ્પષ્ટ સંકેત આપ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે, પણ બહુમતથી દુર રહેશે.

Related posts

सरकार बजट में गैर-जीवन बीमा कंपनियों में 4,000 करोड़ रुपए पूंजी डालने की घोषणा कर सकती है

aapnugujarat

बिहार सरकार को लव जिहाद के खिलाफ लाना चाहिए कानून : गिरिराज सिंह

editor

બડગામ : પોલીસ ચોકી પર આતંકવાદી હુમલો 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1