Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતકંવાદીઓ બૌદ્ધ મઠો પર હુમલો કરવાની ફિરાકમાં

ગત મહિને શ્રીલંકામાં ઈસ્ટર દરમિયાન ચર્ચમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા હતા. હવે આતંકવાદીઓની નજર બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની બૌદ્ધ મઠો પર હોવાના અહેવાલ છે. ન્યૂઝ ૧૮ને મળેલી એક્સક્લૂઝિવ વિગતો મુજબ બાંગ્લાદેશનું આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બોદ્ધ મઠ પર હુમલો કરવાની ફિરાકમાં છે.ગુપ્ત જાણકારી મુજબ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીને આત્મઘાતી મહિલાઓની ટોળકી બનાવી તેને હુમલા માટે ખાસ તાલિમ આપી છે. આ હુમલાઓ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના બૌદ્ધ મઠ અને મંદિરોમાં હુલમા કરી શકે છે. આતંકવાદીઓએ હુમલો કરવા માટે જે આયોજન કર્યુ છે તે પણ ખતરનાક હોવાનો અહેવાલ છે. ગુપ્ત જાણકારી મુજબ આ મહિલા આતંકવાદીઓ બોદ્ધ શ્રદ્ધાળુ બની મઠોમાં ઘૂસણખોરી કરી શકે છે. આત્મઘાતી હુમલો કરવા માટે આતંકવાદીઓએ બુદ્ધ પૂર્ણિમાનો દિવસ પસંદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશમાં વર્ષ ૧૯૯૮માં અસ્તિત્વમાં આવ્યુ હતું. ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ધરાવતા આ આતંકવાદી સંગઠન પર વર્ષ ૨૦૦૦માં બાંગ્લાદેશમાં એક મોટી કાર્યવાહી પણ થઈ હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે આ સંગઠનના લોકોનો સફાયો થયો હતો પરંતુ વર્ષ ૨૦૧૦માં ન્યૂ જમાત ઉલ મુજાહિદ્દીનના નામથી આ સંગઠન ફરી સક્રિય થયું હતું. આ આતંકવાદી સંગઠન પોતાની ઓળખ ઇસ્લામિક સ્ટેટ બાંગ્લાદેશ તરીકે આપે છે.

Related posts

હવે વૉટ્‌સએપ પર મોકલેલા મેસેજ ડિલિટ થશે નહીં

aapnugujarat

देश में कोरोना के मामलों में आई कमी

editor

कर्नाटक चुनाव : राहुल की राह पर निकले अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1