Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પરિણામ : અમદાવાદ શહેરનું ૭૭.૦૧, ગ્રામ્યનું ૮૧.૨૮ ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું પરિણામ ૭૭.૦૧ ટકા રહ્યું છે જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૮૧.૨૮ ટકા રહ્યું છે. એનો મતલબ એ થયો કે, ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ શહેર કરતા વધુ આગળ નીકળી ગયા છે. અમદાવાદ શહેરમાં એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨ નોંધાઈ છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં આ સંખ્યા ૧૦ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૯૦૫ નોંધાઈ હતી.જેમાંથી ૮૮૭૦ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આમાંથી એટુ મેળવનાર વિદ્યાર્થી ૩૪૩ રહ્યા છે. આ વખતે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૧૩ ટકા રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૧.૦૯ ટકા રહ્યું છે. ગ્રેડની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ એ૧ ગ્રેડ વધુ સંખ્યામાં મેળવી શક્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ નોંધાઈ છે. આવી જ રીેતે અમદાવાદ શહેરમાં બીવન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૮૬૨ નોંધાઈ છે. જ્યારે બીટુ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૬ નોંધાઈ છે. અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો બીટુ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૮૨ નોંધાઈ છે. જ્યારે એટુ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૦ નોંધાઈ છે. સાથે સાથે ધોરણ-૧૦ના બોર્ડનુ પરિણામ પણ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉંચા માર્ક મેળવી લેનાર વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા. વાલીઓ પણ ભારે ખુશ નજરે પડ્યા હતા. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા ૧૨૪૬૯૪ હતી. નિયમિત ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૪૮૬૦ રહી હતી. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૯૦૬૦ રહી છે અને એકંદરે પાસની ટકાવારી ૭૧.૯૦ ટકા રહી છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો કુલ નોંધાયેલા વિદ્યાર્થી ૮૯૦૫ હતા. જે પૈકી ૮૮૭૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાંથી નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩૯ રહી છે.

Related posts

કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે

aapnugujarat

सीए फाईनल में अहमदाबाद के ६ विद्यार्थियों ने गौरव बढ़ाया

aapnugujarat

ઇસ્લામિક આતંકવાદ પર કોર્સ અંગે જેએનયુને નોટિસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1