Aapnu Gujarat
શિક્ષણ

ઇસ્લામિક આતંકવાદ પર કોર્સ અંગે જેએનયુને નોટિસ

દિલ્હી લઘુમતિ પંચે આજે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એક નોટિસ જારી કરી છે. પંચે ઇસ્લામિક આતંકવાદ પર એક પાઢ્યપુસ્તક શરૂ કરવા માટે યુનિવર્સિટીના પ્રસ્તાવની પાછળ કારણ જાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇસ્લામિક આતંકવાદ પર પાઠ્યક્રમને લઇને જોરદાર હોબાળો થઇ ગયો છે. પંચે સૂચિત ઇસ્લામિક આતંકવાદ કોર્સ પર જેએનયુને નોટિસ પણ ફટકારી દીધી છે. પંચના પ્રમુખ જફરુલ ઇસ્લામ ખાને કહ્યું છે કે, સૂચિત પાઠ્યક્રમના સંદર્ભમાં પોતે ગંભીરતાપૂર્વક નોંધ લઇ રહ્યા છે. પંચે રજિસ્ટ્રારને કેટલાક ખુલાસા કરવા કહ્યું છે. યુનિવર્સિટી કયા આધાર પર ઇસ્લામિક આતંકવાદ પર પાઠ્યક્રમ શરૂ કરવા ઇચ્છુક છે તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યું છે. જેએનયુના અધિકારીઓનું કહેવું છે કે, સેન્ટર ફોર નેશનલ સિક્યુરિટી સ્ટીઝની સ્થાપના કરવા માટે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. જે હેઠળ ઇસ્લામિક સ્ટેટ પર એક પાઠ્યક્રમ શરૂ કરવામાં આવશે. ગયા સપ્તાહમાં થયેલી બેઠકમાં સામેલ થયેલા એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સૂચિત સેન્ટરમાં ઇસ્લામિક આતંકવાદ પર પાઠ્યક્રમ સામેલ કરવા માટે કોઇ અવધારણા પત્ર અથવા તો પ્રસ્તાવ છે કે, કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. અભ્યાસક્રમને લઇને નકલની માંગ પણ કરવામાં આવી છે. સૂચિત પાઠ્યક્રમને લઇને જેએનયુના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેએનયુના વિદ્યાર્થી નેતા ગીતાકુમારીએ કહ્યું છે કે, આ ખુબ જ આઘાતજનક પગલું છે. આનાથી તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આગામી દિવસોમાં આને લઇને વિરોધ પ્રદર્શનનો દોર જારી રહે તેમ માનવામાં આવે છે. સૂચિત ઇસ્લામિક આતંકવાદ કોર્સ પર નોટિસ જારી કરવામાં આવ્યા બાદ જરૂરી ખુલાસા કરવા માટે કહેવામાં આવ્યા બાદ હવે તમામની નજર જેએનયુ પર છે.

Related posts

डिप्लोमा इंजीनियरिंग में ३०,७२२ सीटें रिक्त हुई

aapnugujarat

જીટીયુ નોકરી ભરતી મેળામાં ૫૩૦ વિદ્યાર્થીઓની પસંદગી

aapnugujarat

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી નિરવ સેજને બાલશ્રી સન્માન રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

editor

Leave a Comment

UA-96247877-1