Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે રિવેન્જ પોર્ન ઉપર વધુ કઠોર સજા કરવા વિચારણા

ાશિયલ મિડિયા પર મહિલાઓને ટાર્ગેટ બનાવીને રિવેન્જ પોર્ન વિડિયો પોસ્ટ કરનાર જેવા સાઇબર અપરાધોના વધતા જતા મામલાને ધ્યાનમાં લઇને અપરાધીઓની સામે કઠોર કાર્યવાહી કરવા માટે તૈયારી કરી લીધી છે. કઠોર કાર્યવાહીની ખાતરી કરવા માટે સરકાર કાયદામાં ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઓનલાઇન સેક્યુઅલ અબ્યુસ અને રિવેન્જ પોર્નને લઇને ઇÂન્ડયન પિનલ કોડની વર્તમાન વ્યવસ્થા તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની વચ્ચે ગેપને ભરવા માટે નવા રસ્તાની શોધ ચાલી રહી છે. કોઇ વ્યÂક્તની ઇચ્છાની સામે તેના સેક્સુએલ કોન્ટેન્ટવાળા વિડિયો અથવા તો તેવા જ ફોટો ઇન્ટરનેટ પર મુકી દેવા પર રિવેન્જ પોર્ન ગણવામાં આવશે. સામાન્ય રીતે આવુ થાય છે કે સંબંધોમાં તિરાડ પડ્યા બાદ પાર્ટનર બદલો લેવા માટે સામાન્ય રીતે આવુ કરતા રહે છે. જેના કારણે પિડિતાને બેવડી પિડા થાય છે. સુત્રોના કહેવા મુજબ મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી ઓનલાઇન સેક્યુઅલ અબ્યુસને લઇને ખાસ ગંભીર છે. કારણ કે પિડિતા પર તેની ગંભીર અસર થાય છે. પિડિતાને બદનામી મળી છે. અપરાધીની સામે કેસ નોંધાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ રિેવેન્જ પોર્નનો સામનો કરવા માટે અલગ રીતે કાયદો બનાવવાની કોઇ જરૂર નથી. માત્ર તેમાં સુધારા કરવામાં આવનાર છે. તેમાં આઇપીસી અને આઇટી એક્ટની વર્તમાન જાગવાઇને વધારે કઠોર કરવામાં આવનાર છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, રિવેન્જ પોર્નને પહોંચી વળવા માટે નવીરીતે લડત ચલાવવામાં આવનાર છે. મંત્રાલયનો અભિપ્રાય છે કે, સાઇબર ક્રાઈમ જેવા મામલાઓને પહોંચી વળવા માટે વર્તમાન કાયદાઓમાં કેટલીક ખામીઓ છે જેને દૂર કરવા જરૂર છે. ૧૨મી મેના દિવસે આંતર મંત્રાલય સમિતિની બેઠક બાદ ઓનલાઈન ચાઇલ્ડ સેક્સુઅલ અબયુઝ ઉપર અંકુશ મુકવા માટે વચગાળાના નિયમો બનાવવામાં આવ્યા હતા. આ આદેશ હેઠળ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને ૩૧મી જુલાઈ સુધી ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશન ઉપર સૂચનાઓના આધારે કામ કરી શકશે. ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશન મારફતે સેક્સુઅલ સામગ્રીને બ્લોક કરવા અથવા તો તેને દૂર કરવામાં મદદ મળશે.

Related posts

ગરીબી હટાઓના સુત્રો દેશ આઝાદ થયો ત્યારથી આપણે સંભારતા આવ્યા છીએ : મોદી

aapnugujarat

કતારમાં ૬૫૦૦૦૦ ભારતીય નાગરિકો ફસાતાં ચિંતાનું મોજુ

aapnugujarat

Victim challenges Swami Chinmayanand’s bail in SC, Next hearing on Feb 24

aapnugujarat

Leave a Comment

UA-96247877-1