જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે જંગ ખેલી રહેલી સુરક્ષા સંસ્થાઓને હવે નવા દુશ્મન બેડરુમ જેહાદીઓ સામે પણ ઝઝુમવાની ફરજ પડી રહી છે. આ લોકો અફવાઓ ફેલાવવા અને યુવાનોને પ્રભાવિત કરવા માટે પોતાના ઘરમાં બેસીને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી છે. પોલીસ અધિકારીઓની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો આ એક નવા યુદ્ધ ક્ષેત્ર તરીકે છે. આ એક નવા પ્રકારની લડાઈ છે. નવા દોરમાં જેહાદી જંગ છેડવા માટે કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારની ગતિવિધિ તેઓ કાશ્મીરની અંદર અથવા તો બહાર અને પોતાના ઘરથી અથવા તો માર્ગ પર કોઇ જગ્યાએ બેસીને, નજીકના સાયબર કાફેમાંથી ગતિવિધિ ચલાવી રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓને સૌથી વધારે ચિંતા અમરનાથ યાત્રીઓને લઇને છે. અમરનાથ યાત્રા ૨૯મી જૂનથી શરૂ થઇ રહી છે. વોટ્સઅપ, ફેસબુક અને Âટ્વટર જેવા પ્લેટફોર્મ મારફતે નવા દોરમાં જેહાદી આ ૪૦ દિવસની તીર્થ યાત્રા પહેલા ખીણમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આવનાર દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં મોટાપાયે અફવાઓ ફેલાવવામાં આવી શકે છે. આને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આળી છે. આ ત્રાસવાદીઓ પોતાના ઘરમાંથી બેસીને કોઇપણ હજારો ચેટગ્રુપમાંથી કોઇ એક પર આવા સમાચાર મુકી દે છે જેથી સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. ખતરાની બાબત આ છે કે, આવા ચેટગ્રુપ માત્ર જમ્મુ કાશ્મીરમાંથી જ નહી બલ્કે દિલ્હી અથવા દેશના અન્ય ભાગોમાંથી પણ સક્રિય છે.
પાછલી પોસ્ટ