Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેરિસ ક્લાઇમેટ ડીલથી નીકળી જવા માટે અમેરિકાની જાહેરાત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા હવે પેરિસ ક્લાઇમેટ ડિલના હિસ્સા તરીકે રહેશે નહીં. ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેઓ પોતાના અમેરિકન વર્ક્સ ફર્સ્ટના વચનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને આનાથી વધુ સારી ડિલની આશા રાખે છે. ૨૦૧૫માં થયેલી સમજૂતિ ઉપર ૧૯૫ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અમેરિકા આ ડિલથી પીછેહઠ કરી જતાં ક્લાઇમેટ ચેંજને લઇને થઇ રહેલા પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, આ સમજૂતિના કારણસર અમેરિકી અર્થતંત્રને અબજા ડોલલનું નુકસાન થઇ શકે છે. ટ્રમ્પે આ સમજૂતિને અમેરિકી અર્થતંત્રને નબળી કરવાના પ્રયાસ તરીકે ગણાવીને આની ટીકા કરી છે. ગયા સપ્તાહમાં ઇટાલીમાં જી-૭ શિખર બેઠક દરમિયાન ટ્રમ્પે સમજૂતિને છોડી દેવા તરફ ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, ટ્રમ્પ સરકારના આ નિર્ણયથીઅનેક દેશોની સાથે મહત્વપૂર્ણ વિદેશ નીતિમાં ફેરફાર થશે. સાથે સાથે ઓબામા વહીવટીતંત્રના જળવાયુ પરિવર્તનના પ્રયાસોને પણ ફટકો પડશે. સાથે સાથે અને ચીન ઉપર પણ ટ્રમ્પના આ નિર્ણયની સીધી અસર થશે. આ સમજૂતિનો હેતુ પ્રદૂષણને રોકવાનો હતો. અમેરિકી પ્રમુખે દાવો કર્યો હતો કે, આ સમજૂતિ મારફતે ચીન અને ભારતને ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ ડિલમાં આ બે એશિયન મહાશÂક્તઓ ઉપર કઠોરતા દર્શાવવામાં આવી નથી. તેમને ભારતની સામે ખોટી ફરિયાદોનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે દાવો કર્યો હતો કે, ભારત ડિલ પાડવા માટે અબજા ડોલરની મદદની માંગ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ આ ડિલથી ભારતને પોતાના કોલસા ઉત્પાદનને બે ગણુ કરી દેવા મંજુરી મળી જશે. ટ્રમ્પનું કહેવું છે કે, આ ડિલ અમેરિકી હિતોને નુકસાન પહોંચાડે છે. તેના પર્યાવરણ સાથે કોઇ લેવા દેવા નથી. ચૂંટણી સમયે ક્લાઇમેટ ચેંજને અમેરિકી અર્થવ્યવસ્થાને નબળી કરવાની ચીનની ચાલ તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી હ તી. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતિથી અમેરિકાને અલગ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની નિંદા કરી છે. ઓબામાએ કહ્યું છે કે, સમજૂતિનું અમલીકરણ નહીં કરવાને લઇને અમેરિકા આવનાર પેઢીઓના ભવિષ્યને ખરાબ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાના ૨૭ મિનિટના ભાષણ દરમિયાન ભારત અને ચીન ઉપર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત પેરિસ સમજૂતિ હેઠળ વિકસિત દેશોથી અબજા રૂપિયાની સહાયતા મેળવી રહ્યું છે. પેરિસ સમજૂતિના નિર્ણયો ખુબ જ અન્યાયપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સમજૂતિ હેઠળ અમેરિકા ઉપર જે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના લીધે ૨૦૨૫ સુધી ૨૭ લાખ નોકરી ખતમ થશે. આ સમજૂતિ કોલસા સાથે જાડાયેલી નોકરીને ખતમ કરતા નથી બલ્કે બીજા દેશોને નોકરી અપાઈ રહી છે.

Related posts

સારે મોદી ચોર બોલી રાહુલ ફસાયા : સુશીલ મોદી દ્વારા કેસ કરાયો

aapnugujarat

બજારમાં રિકવરીનો દોર : ૬૨૯ પોઇન્ટનો સુધાર

aapnugujarat

वंदे मातरम को राष्ट्रगान की तरह सम्मान मिले, दिल्ली उच्च न्यायालय में याचिका दायर…!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1