Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરજેડી નેતા મીસા ભારતીએ બેગૂસરાયની તુલના પાકિસ્તાન સાથે કરતા વિવાદ

રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ ગિરિરાજ સિંહ પર શાબ્દિક પ્રહાર કરતા બેગુસરાયની તુલના પાકિસ્તાન સાથે કરી દીધી છે.
મીસા ભારતીએ કહ્યું કે, લોકોને પાસપોર્ટ પર વિઝા લગાવતા લગાવતા તેમનો પોતાનો જ વિઝા કોઇ અન્ય દેશ માટે લાગી ચુક્યો છે. પાર્ટીએ (ભાજપ) ગિરિરાજ સિંહને પાકિસ્તાન (બેગુસરાય) મોકલી દીધા છે. મીસા ભારતીએ કહ્યું કે, નવાદા છોડીને બેગુસરાય જવું પાકિસ્તાન જવા બરોબર જ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગિરિરાજસિંહ પોતે પણ ટીઆરપી વધારવા માટે અવળા સવળા નિવેદનો આપ્યા કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ આજે પાટલિપુત્ર લોકસભા સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે બિહારના પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને આરજેડી નેતા અને તેમના મોટા ભઆઇ તેજપ્રતાપ યાદવ સાથે ભોલા યાદવ પણ હાજર રહ્યા હતા. આ અગાઉ મીસા ભારતી પોતાનાં માં રાબડી દેવી સાથે એક જ ગાડીમાં બેસીને આવ્યા હતા. આ દરમિયાન મીસા ભારતીએ પોતાના હાથમાં લાલુ પ્રસાદ યાદવની તસ્વીર પણ સાથે રાખી હતી.

Related posts

પોષ પુર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓનું સ્નાન

aapnugujarat

ગાઝીયાબાદમાં ઓલા કેબના ડ્રાઈવરે એકલી મહિલાને જોઈ પેન્ટની ઝીપ ખોલી, ફરિયાદ બાદ ધરપકડ

aapnugujarat

મુંબઇમાં લોકડાઉનના ભયથી રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા

editor

Leave a Comment

UA-96247877-1