Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રમાં હિંમત હોય તો રાજ ઠાકરે પર આવકવેરાના દરોડા પડાવે : એનસીપી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો હિંમત હોય તો રાજ ઠાકરે પર આવકવેરા વિભાગના દરોડા પાડે. રાજ ઠાકરે પાર્ટી કાર્યકરોને ભાજપ વિરુદ્ધ મતદાન માટે જણાવી રહ્યા હોય તેમના પર આવકવેરા વિભાગના દરોડા પાડવાની હિંમત કેન્દ્ર દાખવે તેમ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું.
રાજ ઠાકરેએ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું. જોકે આ વખતે પાર્ટીનો એકપણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો નથી. રાજ ઠાકરેએ આ વર્ષે નાંદેડ, સોલાપુર અને કોલ્હાપુરમાં કેટલીક જાહેરસભા સંબોધી છે અને આગામી સમયમાં સતારા અને બારામતીમાં રેલી યોજશે. આ બેઠકો પર એનસીપીએ વર્તમાન સાંસદ ઉદયનરાજે ભોંસલે અને સુપ્રીયા સુલેને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પક્ષના કાર્યકરોને આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જણાવી રહ્યા છે જેનો લાભ કોંગ્રેસ અને સહયોગી પક્ષ એનસીપીને થશે. આ મામલે હવે એનસીપીએ કેન્દ્રને પડકારતા જણાવ્યું કે હિંમત હોય તો રાજ ઠાકરેના નિવાસસ્થાને આવકવેરાના દરોડા પાડે.

Related posts

बजट सत्र शुरू : राष्ट्रपति कोविंद ने कहा, चुनौती कितनी ही बड़ी क्यों न हो, न हम रुकेंगे और न भारत रुकेगा

editor

‘અગ્નિ-પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ

editor

मोदी की इच्छा शक्ति के कारण ही अनुच्छेद 370 का दाग देश से मिट सका – थावरचंद गहलोत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1