Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપમાં ચાલ્યા જાત તો અમે પણ રાજા હરિશ્ચંદ્ર થઇ જાત : તેજસ્વી યાદવ

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવે કહયું છે કે, ’અમારા સમગ્ર પરિવાર ઉપર ભ્રષ્ટચારના જુઠ્ઠા આરોપો મુકવામાં આવ્યા છે. મારી માતા, ભાઈ, સાતેય બહેન-બનેવીઓ ઉપર ખોટા આરોપો મુકવામાં આવ્યા છે. ખાસ વાતચીતમાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે અમે લોકો પણ જો ભાજપમાં જતા રહ્યા હોત તો અમારી ઉપરના તમામ આરોપો પુરા થઇ જાત. અમે પણ રાજા હરિશ્ચંદ્ર બની જતા, કારણ કે ભાજપમાં જોડાવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.આ સાથે રાબડી દેવીએ કહ્યું કે અમારા પરિવારમાં કોઈ કેમ્પ નથી. મીસા ભારતી અહીં જ બેઠી છે અને બધું સાંભળી રહી છે. ઘરમાં કોઈ ફૂટફાટ નથી ! દુશ્મનો ભલે લાખો પ્રયાસ કરે પંરતુ કોઈ અલગ નહિ થાય.
આ મામલે તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ’આ કોઈ મુદ્દો જ નથી. આ ચૂંટણી દેશને બચાવવા માટે છે, અનામતને બચાવવા માટે છે. પરિવારની વાત પારિવારિક છે, ઘરની વાત ઘરમાં જ રહેવા દો. શું અમે ક્યારેય બીજા કોઈને પૂછ્યું છે કે તેમના ઘરમાં શું થઇ રહ્યું છે ?’રાબડી દેવીએ કહ્યું હતું કે, પરિવાર ઉપર જયારે પણ કોઈ પ્રશ્ન ઉભો કરે છે ત્યારે તેજપ્રતાપ સ્વયં જવાબ આપી દે છે અને કહે છે કે, અમે સૌ એક છીએ.આ પૂર્વે તેજસ્વીએ એવો દાવો કર્યો હતો કે, અમે બિહારની તમામ ૪૦ બેઠકો ઉપર છીએ. અમને ૨૦-૨૦ એમ વહેંચીને મત આપો. ઠીકઠાક છે કે નહિ તેવું પૂછનારને પ્રજા ઠીક કરી નાખવાની છે. મહાગઠબંધન બિહારમાં તમામ ૪૦ બેઠકો ઉપર જીતશે.

Related posts

Mayawati re-elected to BSP president in UP

aapnugujarat

કોરોના મહામારીમાં ભારત અમેરિકાને પાછળ છોડવાની તૈયારીમાં

editor

મૌલાનાએ બાળકીને બેલ્ટથી ઢોર માર મારતા અરેરાટી વ્યાપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1