Aapnu Gujarat
રાષ્ટ્રીય

આંધ્રની હોટલ્સમાં ભારતીયોને નથી મળતી એન્ટ્રી

આંધ્ર પ્રદેશના અનંતપુરા જિલ્લામાં સ્થિત પેનુકોંડા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિત હોટલ્સમાં ભારતીયોની એન્ટ્રી પર બેન છે. ભારતની ધરતી પર આવેલા આ રેસ્ટોરન્ટ્‌સમાં ભારતીયોને જતા રોકવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હોટલ્સ કોરિયાની જાણીતી કંપની કિયા મોટોર્સના પ્લાન્ટ પર સ્થિત છે જેમાં માત્ર કોરિયાઈ લોકોને જવાની જ મંજૂરી છે. માત્ર આટલું જ નહી પરંતુ કિયા મોટોર્સના ગેસ્ટ હાઉસ પણ ચે જેમાં માત્ર કોરિયાઈ લોકોને જ જવાની મંજૂરી છે.જ્યારે પ્લાન્ટમાં ઉપસ્થિત હોટલના મેનેજરને આ મામલે પૂછવામાં આવ્યું તો તેણે આ મામલે કંપનીની પોલીસીનો મામલો રજૂ કરી દીધો. પ્રાપ્ત વિગતો અનુસાર આ રેસ્ટોરન્ટ્‌સમાં જે પણ ભારતીય જવાનો પ્રયત્ન કરે છે તે ઉદાસ થઈને પાછો આવે છે.પેનુકોંડાના એક નિવાસીએ આ મામલે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે જ્યારથી અહીંયા કિયા મોટર્સનો પ્લાન્ટ શરુ થયો છે ત્યારથી અહીંયા કોરિયાઈ લોકોની સંખ્યામાં વધારો થયો છે. કોરિયાઈ લોકો અહીંયાના મકાન માલિકોને સારુ ભાડુ આપે છે. તેઓ પોતાના રેસ્ટોરન્ટ્‌સમાં એટલા માટે નથી જવા દેતા, કારણ કે તેમને લાગે છે કે આપણી સંસ્કૃતિ તેમના કરતા અત્યંત અલગ છે. તેમણે અહીંયા કોરિયાઈ ભાષામાં અલગ-અલગ ડિસ્પ્લે બોડ્‌ર્સ લગાવ્યા છે જેને જોઈને કશું જ સમજાતું નથી.પેનુકોંડા અને આસપાસના વિસ્તારના લોકો તેમની સાથે થઈ રહેલા ભેદભાવનો વિરોધ નથી કરતા કારણ કે તે લોકોને કોરિયાઈ લોકો દ્વારા વધારે ભાડુ ચૂકવવામાં આવે છે. ત્યારે આવામાં તેમના વિરોધનો અવાજ હજી નથી ઉઠ્યો. જો કે આ પહેલા એક સ્થાનીય નાગરિકની ફરિયાદ બાદ એક હોટલ બંધ પણ થઈ ચૂકી છે.

Related posts

વર્ષ ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરમાં ૧૧૬ આતંકવાદીઓ ઠાર મરાયા : અહેવાલ

aapnugujarat

હનીપ્રીતને પકડી પાડવા માટે દિલ્હીમાં અનેક સ્થળે દરોડા

aapnugujarat

કર્ણાટકમાં જેડીએસ-બસપ લેફ્ટને સાથે લેવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1