Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાંગ્લાદેશી એક્ટરે ટીએમસી માટે કર્યો ચૂંટણી પ્રચાર, ગૃહમંત્રાલયે માંગી રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં ટીએમસી માટે બાંગ્લાદેશી અભિનેતા ફિરદોસના ચૂંટણી પ્રચાર કરવા માટે ગૃહમંત્રાલયે વિદેશી ક્ષેત્રીય નોંધણી કાર્યાલય પાસે રિપોર્ટ માંગ્યો છે.
ફિરદૌસ અહમદ રવિવારે રાયગંજ મતવિસ્તારમાં ટીએમસીના ઉમેદવાર કનૈયાલાલ અગ્રવાલના પક્ષમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેના પર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે.બાંગ્લાદેશી એક્ટરના ચૂંટણી પ્રચારમાં સામેલ થયા બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો કે, ચૂંટણી પ્રચારમાં કોઇ વિદેશી નાગરિકનું સામેલ થવું ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. ભાજપે તેવો પણ દાવો કર્યો કે, રાયગંજમાં લઘુમતિઓના મત માટે ટીએમસીએ બાંગ્લાદેશી અભિનેતા પાસે ચૂંટણી પ્રચાર કરાવ્યો, જે આચારસંહિતાનો ભંગ છે.ભાજપના નેતા જેપી મજુમદારે મંગળવારે ચૂંટણીપંચમાં તેની ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, વિદેશી નાગરિક ભારતીય ચૂંટણી પ્રચારનો હિસ્સો કેવી રીતે બની શકે છે. ટીએમસી બાંગ્લાદેશી કલાકારો પાસે ચૂંટણી પ્રચાર કરાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ભાજપના નેતાનું કહેવું છે કે, વીઝા નિયમના ઉલ્લંઘન કરવાના આરોપમાં તે કલાકારોની ધરપકડ કરવામાં આવવી જોઇએ.

Related posts

महाराष्ट्र में राष्ट्रपति शासन लगाने का फैसला एक उचित कदमः सुशील मोदी

aapnugujarat

वायनाड में राहुलने कहा की आपने मुझे इतना प्‍यार दिया जैसे मैं यहां जन्‍म से रह रहा हूं

aapnugujarat

કુપવારામાં બે ત્રાસવાદી ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1