Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટેરર ફન્ડિંગ મામલે એનઆઇએ યાસીન મલિકની પૂછપરછ કરશે

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ(જેકેએલએફ)ના પ્રમુખ યાસીન મલિકને મંગળવારે દિલ્હીની તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. બુધવારે તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)એ અલગતાવાદી નેતાઓ અને આતંકી સંગઠનને નાણાંની મદદ કરવા મામલે યાસીન મલિક સામે પ્રોડક્શન વોરંટ મેળવ્યું છે. તપાસ એજન્સી હવે દિલ્હીમાં યાસીનની પૂછપરછ કરશે.ગયા મહિને જ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં સરકારે મલિકની પાર્ટી જેકેએલએફ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. પુલવામા હુમલા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરના અલતાવાદી નેતાઓ અને તેમના સમર્થકો તેમજ આતંકવાદીઓ પર કાર્યવાહી શરૂ કરી હતી.મલિક પૂર્વ ગૃહમંત્રી મોહમ્મદ સઇદની પુત્રી રુબિયા સઇદના અપહરણ અને ૧૯૯૦માં ચાર ભારતીય વાયુસેનાના કર્મીઓના હત્યા જેવા કેસનો આરોપી છે. અગાઉ મંગળવારે એનઆઇએએ હુરિર્યત કોન્ફરન્સના ચેરમેન મીર વાઇઝ ઉમર ફારૂકની સતત આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી

Related posts

આંધ્રમાં સ્થિતિ વધુ મજબૂત કરવા અમિત શાહ સજ્જ

aapnugujarat

यदि संसद कहेंगी तो PoK के सामने लिया जाएगा एक्शन : आर्मी चीफ

aapnugujarat

सोशल मीडिया का दुरुपयोग बहुत खतरनाक, सरकार बनाए सख्त नियम : SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1