Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ કેરળની વાયનાડ સીટ પરથી પણ લડશે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પ્રથમ વખત બે સીટો ઉપરથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ સીટ ઉપરથી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની દ્વારા પત્રકાર પરિષદમાં આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. એન્ટોનીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી માંગ ઉઠી રહી હતી કે, રાહુલ ગાંધીને અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક, તમિળનાડુ અને કેરળમાંથી આ પ્રકારની માંગ ઉઠી રહી હતી જેથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીને કેરળની વાયનાડ સીટ ઉપરથી ઉતારવામાં આવે. એન્ટોનીએ કહ્યું હતું કે, રાહુલે સિનિયર નેતાઓ સાથે વાતચીત કરી છે. રાજ્યના લોકો તરફથી આવી રહેલી માંગને અસ્વીકાર કરવાની બાબત યોગ્ય નથી. આખરે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી સીટની સાથે વધુ એક બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર થયા છે. અનેક કારણોને ધ્યાનમાં લીધા બાદ કેરળની વાયનાડ સીટની પસંદગી કરવામાં આવી છે. કેરળની આ સીટ સાંસ્કૃતિક અને ભૌગોલિકરીતે ખુબ મહત્વપૂર્ણ છે. આ સીટ કેરળ, કર્ણાટક અને તમિળનાડુને જોડે છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી જો આ સીટ ઉપરથી લડે છે તો દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પાર્ટી નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અનેક વખત કહી ચુક્યા છે કે, અમેઠી હંમેશા તેમની કર્મભૂમિ રહી છે. રાહુલ ગાંધી માટે અમેઠી માત્ર એક સંસદીય ક્ષેત્ર નથી બલ્કે તેમના માટે પરિવારની જેમ છે. મોદી સરકારની અવધિમાં સતત દક્ષિણ ભારતમાં લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર અને દક્ષિણ ભારતને સાંસ્કૃતિકરીતે જોડવામાં આવે તે જરૂરી છે. રાહુલ આ બેઠક પરથી ચૂંટણી લડીને ત્રણેય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. રાહુલ એટલા માટે બીજી સીટ શોધી રહ્યા છે કે, અમેઠીમાં તેમની હાલત સારી દેખાઈ રહી નથી તે અંગે પૂછવામાં આવતા સુરજેવાલાએ કહ્યું હતું કે, ૨૦૧૪ની ચૂંટણીમાં મોદી ગુજરાતના બદલે વારાણસીમાંથી મેદાનમાં ઉતર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, આ પ્રકારની હળવી વાતો કરવી જોઇએ નહીં. અમેઠીમાં રાહુલની સામે ભાજપના સ્મૃતિ ઇરાની ચૂંટણી મેદાનમાં છે. પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં સ્મૃતિ ખુબ જ સક્રિય રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં રાહુલે સ્મૃતિ ઉપર એક લાખથી વધુ મતે જીત મેળવી હતી.

Related posts

દિવ્યાંગ પીડિતો અને સાક્ષીઓના નિવેદનોને નબળા ગણી શકાય નહીં : સુપ્રીમ

editor

બે લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ ઉપર દંડ : આઈટી

aapnugujarat

અલ-કાયદા, આઈએસ-કે અને હક્કાની નેટવર્ક કાશ્મીર પર હુમલાની ફિરાકમાં

editor

Leave a Comment

UA-96247877-1