Aapnu Gujarat
રાષ્ટ્રીય

અલ-કાયદા, આઈએસ-કે અને હક્કાની નેટવર્ક કાશ્મીર પર હુમલાની ફિરાકમાં

કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યા પછી આતંકી જૂથોની નજર હવે ભારત તરફ મંડાઈ છે. અલ-કાયદા, આઈએસ-ખોરાસન અને હક્કાની નેટવર્કની તિકડી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હુમલાનું કાવતરું ઘડી રહી હોવાની ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કરી છે. એલર્ટમાં કહેવાયું છે કે કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ, અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનન્ટ (એક્યુઆઈએસ) અને હક્કાની નેટવર્કથી ભારતે સાવધ રહેવાની જરૂર છે. આ સંગઠનો ભારતમાં કોઈ મોટા હુમલાની ફિરાકમાં છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આધારિત આ આતંકી સંગઠનો પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી ભારત વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. હકીકતમાં અફઘાનિસ્તાનની કથળતી સલામતી સ્થિતિ અને આઈએસઆઈના વિવિધ આતંકી સંગઠનો સાથે સંડોવણીને પગલે દેશની તમામ ગુપ્તચર સંસ્થાઓ હાલ આ તરફ ચાંપતી નજર રાખી રહી છે. ગુપ્તચર એકમોને જાણવા મળ્યું છે કે આતંકી સંગઠનો મારફત આઈએસઆઈ કાવતરું રચી રહ્યું છે.
તેનો આશય આ સંગઠનોના આતંકીઓ મારફત દેશમાં હુમલાનું કાવતરાંનો અમલ કરવાનો છે. આ તિકડીના આતંકીઓના નિશાના પર મહત્વપૂર્ણ સિક્યોરિટી ઈન્સ્ટોલેશન અને આર્મીની ફોરવર્ડ પોસ્ટ છે. આ સિવાય આતંકીઓ જવાનોને પણ નિશાન બનાવી શકે છે. આ ગુપ્ત એલર્ટ દેશની સરહદીય સલામતી સાથે સંકળાયેલી એજન્સીઓ સહિત તમામ અન્ય સલામતી એજન્સીઓને મોકલાઈ છે. સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું છે કે આતંકી સંગઠનોની આ તિકડી મેસેજિંગ એપ મારફત તેમના સભ્યોના સંપર્કમાં છે. તેમનો આશય સુરક્ષા એજન્સીઓની નજરમાં આવતા બચવાનો છે.
અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનન્ટ જૂથ અલ-કાયદાથી અલગ થઈને કામ કરે છે. તેની સ્થાપના પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પાસે કરાઈ છે. તેના કેટલાક આતંકીઓને સીરિયા પણ મોકલાયા હતા. ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ આ સંગઠનને આઈએસઆઈનો સંપૂર્ણ સહયોગ છે.ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ ઈસ્લામિક સ્ટેટનું જ એક જૂથ છે, જે અફઘાનિસ્તાનમાં કામ કરે છે. એજન્સીના અહેવાલો મુજબ આ સંગઠનમાં મોટાભાગે પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. ઈસ્લામિક સ્ટેટ સંગઠન આઈએસઆઈએસ-કે નામથી પણ કુખ્યાત છે. તેની પાસે ૧૫૦૦થી ૨૨૦૦ જેટલા આતંકીઓ હોવાનો અંદાજ છે. તેની સ્થાપના પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પાસે થઈ હતી. હક્કાની નેટવર્ક પાસે મોટા હુમલાઓ કરવા માટે આતંકીઓ છે. આ આતંકીઓ વિસ્ફોટક ડિવાઈસીસ અને રોકેટ બનાવવામાં પણ સક્ષમ છે. અલ-કાયદા સાથે તેના સંબંધો સારા છે.
દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા પછી સરહદપાર આતંકીઓની એક્ટિવિટી વધી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓ તેને મોટા ખતરારૂપે જાેઈ રહી છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકી હુમલા અંગે એલર્ટ પણ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતે કોઈપણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જાેઈએ. જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ કરતા જૈશ-ઐ-મોહમ્મદ સંગઠને ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં હુમલા માટે તાલિબાનોનો સહયોગ માગ્યો છે.
દરમિયાન સંરક્ષણ વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવતા આતંકી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ), અલ કાયદા મજબૂત બનશે. સંરક્ષણ નિષ્ણાક પીકે સહેગલે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આગમન પછી આઈએસ મોટાપાયે તેની સ્થિતિ મજબૂત કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમેરિકા અને નાટોને પણ અફઘાનિસ્તાનમાં આઈએસ અને અલકાયદાના મજબૂત થવાની આશંકા છે. આ સંગઠનો અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં શાંતિ અને સ્થિરતા માટે મોટું જાેખમ બનશે. બધા જ દેશોએ એક થઈને તેમનો સામનો કરવો જાેઈએ. અન્ય એક સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન અનિલ ગૌરે આગામી દિવસોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે નાગરિકોના સંઘર્ષની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું અમરુલ્લાહ સાલેહે પોતાને બંધારણ મુજબ કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા હોવાથી આગામી દિવસોમાં અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકા છે. ત્યાં શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. પણ એટલું નિશ્ચિત છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનથી ભારત સહિત એશિયામાં શાંતિ અને સ્થિરતા પર જાેખમ ઊભું થયું છે.

Related posts

कृषि कानून के खिलाफ किसान पहुंचे सुप्रीम कोर्ट, पीएम मोदी ने की खास अपील

editor

फारूक अब्दुल्ला ने आतंकवाद खत्म करने के लिए पाक से की वार्ता की पैरवी

editor

UP Govt announces financial assistance of 25 lacs, job for martyr Major Ketan Sharma’s family

aapnugujarat

Leave a Comment

UA-96247877-1