Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બે લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ ઉપર દંડ : આઈટી

ઇન્કમટેક્સ વિભાગે આજે લોકોને બે લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડને લઇને ચેતવણી આપી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, બે લાખથી વધુની રોકડ લેવડદેવડ ઉપર દંડ થઇ શકે છે. ઇનકમ ટેક્સ વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવ્યા બાદ લોકો સાવધાન થઇ ગયા છે. આ પ્રકારની લેવડદેવડમાં જે વ્યÂક્તને રોકડ રકમ મળશે તેને તેટલા જ દંડની રકમ ચુકવવી પડશે. આ ઉપરાંત વિભાગે લોકોને કહ્યું છે કે, જા તેને આ પ્રકારની લેવડદેવડની કોઇ માહિતી મળે છે તો આની વિગત બ્લેકમની ઇન્ફો એટ દ રેટ ઇન્કમ ટેક્સ ડોટ ગોવ ડોટ ઇન પર મોકલી શકે છે. સરકારે નાણાંકીય અધિનિયમ ૨૦૧૭ હેઠળ પહેલી એપ્રિલ ૨૦૧૭થી બે લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આવકવેરા કાયદામાં નવી સામેલ કરવામાં આવેલી ૨૬૯ એસટી કલમ એક દિવસમાં આટલી જ રોકડ લેવડદેવડ ઉપર પ્રતિબંધ મુકે છે. આ કોઇ એક વ્યÂક્ત દ્વારા એક મામલામાં બે લાખ રૂપિયાથી વધુની લેવડદેવડ પર પ્રતિબંધ મુકે છે. ટેક્સ વિભાગ દ્વારા મોટા અખબારોમાં જાહેરાતો પણ આપવામાં આવી છે. કલમ ૨૬૯ એસટીનો ભંગ કરવાના કેસમાં રોકડ રકમ મેળવનાર પર આટલી જ રકમના બરોબર દંડ લાગૂ થશે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બજેટમા નાણામંત્રી અરુણ જેટલીએ ત્રણ લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ ઉપર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત રજૂ કરી હતી. નાણા બિલમાં સુધારા હેઠળ આ રકમને ઓછામાં ઓછી બે લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. નાણાંકીય બિલ લોકસભામાં માર્ચ મહિનામાં પસાર થયું હતું. ટેક્સ વિભાગે કહ્યું છે કે, આ અંકુશ સરકારની કોઇપણ પ્રાપ્તિ, બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ બચત બેંક અથવા તો સરકારી બેંક ઉપર લાગૂ થશે નહીં. એક ચોક્કસ મર્યાદાથી વધુની રોકડ લેવડદેવડ પર પ્રતિબંધનો હેતુ કાળાનાણા ઉપર અંકુશ મુકવાનો રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગે ગયા વર્ષે નોટબંધી બાદ ડિસેમ્બર મહિનામાં આ ઇમેઇલ એડ્રેસની શરૂઆત કરી હતી. જેના ઉપર બે લાખ રૂપિયાથી વધુની લેવડદેવડ પર સૂચના આપી શકાય છે.

Related posts

पैन को आधार से जोड़ने की समय सीमा 31 मार्च तक बढ़ी

aapnugujarat

સબરીમાલા : રિવ્યુ પિટિશન પર સુપ્રીમનો ચુકાદો અનામત

aapnugujarat

३५००० करोड़ से पुरे नेटवर्क का इलेक्ट्रिफिकेशन होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1