Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફરી ચુંટાયેલા ૧૫૩ સાંસદોની સંપત્તિ ૫ વર્ષમાં ૧૪૨% વધી

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એ ફરી ચુંટાયેલા ૧૫૩ સાંસદોનાં સોગંદનામાના આધારે તેમની સંપત્તિનું વિશ્લેષણ કર્યુ હતુ.
૨૦૦૯ની સરખામણીએ ૨૦૧૪માં આ સાંસદોની સંપત્તિમાં ૧૪૨% વધારો થયો છે. રિપોર્ટમાં ૨૦૦૯ અને ૨૦૧૪માં ચુંટાયેલા સાંસદો ઉપરાંત ૨૦૧૮ની પેટા ચૂંટણીમાં જીતનારા સાંસદોનું સોગંદનામુ પણ સામેલ કરાયુ છે. જેના આધારે આ ૫ વર્ષમાં સૌથી વધુ ૭૭૮% નો વધારો પટના સાહિબના ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાની સંપત્તિમાં થયો છે.
રિપોર્ટ પ્રમાણે ૨૦૦૯મં વિવિધ પાર્ટીઓનાં ૧૫૩ સાંસદોની સરેરાશ સંપત્તિ ૫.૫૦ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૪માં ૧૩.૩૨ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે ૨૦૦૯ થી ૨૦૧૪ વચ્ચે સાંસદોની સંપત્તિમાં સરેરાશ ૭.૮૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
૫ વર્ષોમાં આ સાંસદોની સંપત્તિમાં સરેરાશ ૧૪૧%નો વધારો થયો છે.જગદંબિકા પાલ ૨૦૦૯માં કોંગ્રેસ અને ૨૦૧૪માં ભાજપના ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ઓમ પ્રકાશ યાદવ ૨૦૦૯માં અપક્ષ અને ૨૦૧૪માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.

Related posts

‘સરકાર માનશે નહીં, ઈલાજ કરવો પડશે…’, રાકેશ ટિકૈતે કેન્દ્રને આપી ધમકી

editor

राजनीतिक लाभ के लिए खुद को ओबीसी बता रहे हैं मोदी : मायावती

aapnugujarat

अब ट्रेनों में लगाई जाएगी एटीएम जैसी फूड वेडिंग मशीनें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1