Aapnu Gujarat
ગુજરાત

ટ્‌વીટર પર મોદીના ‘ચોકીદાર’ અભિયાન પર હાર્દિક પટેલનું ‘બેરોજગાર’ અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર ‘હું પણ ચોકીદાર’નું અભિયાન ચલાવ્યું છે. જ્યાં લાખો-કરોડો લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. હવે વડાપ્રધાનને પડકાર ફેંકવા માટે પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એક નવું અભિયાન શરૂ કર્યું છે. ‘ચોકીદાર’ના જવાબમાં હાર્દિકે ટિ્‌વટર પર પોતાના નામ આગળ ‘બેરોજગાર’ લખ્યું છે. તેથી ટિ્‌વટર પર હવે તેમનું નામ ‘બેરોજગાર હાર્દિક પટેલ’ થઈ ગયું છે. ટિ્‌વટર યૂઝર્સમાં હાર્દિક પટેલનું આ અભિયાન ચર્ચાનો વિષય બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ‘હું પણ ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. જોત-જોતામાં બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર આ અભિયાન વિશે ચર્ચા થવા લાગી હતી. ભાજપના સમર્થકોએ પણ ‘હું પણ ચોકીદાર’ લખવાનું શરૂ કરી દીધું હતું. વડાપ્રધન મોદી ઉપરાંત ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓએ ટિ્‌વટર પર પોતાના નામ આગળ ‘ચોકીદાર’ લખી દીધું છે. જેનો પ્રત્યુતર આપતા સોમવારના રોજ હાર્દિક પટેલે પણ પોતાના નામની આગળ ‘બેરોજગાર’ લગાવી દીધું છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે આ રીતે હાર્દિક પટેલ બેરોજગારીની સમસ્યાને જનતા સમક્ષ રાખવાની કોશિશ કરી રહ્યા છે. ટ્‌વીટર પર નામ બદલ્યા બાદ હજારો યૂઝર્સે હાર્દિક પટેલનું સમર્થન કર્યું અને બેરોજગારી પર જોરદાર ડિબેટ કરી.

Related posts

ગૌશાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : કોંગ્રેસ

aapnugujarat

ગુજરાત ભાજપનો ગઢ હતું,છે અને રહેશે : રૂપાણી

editor

दलित युवती ने मुस्लिम युवक से परेशान होकर दवाई पी ली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1