Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હજી પણ અનિલ અંબાણી પર એક લાખ કરોડ રૂપિયા કરતા વધારે દેવુ છે

મોટાભાઈ મુકેશ અંબાણીની મદદથી અનિલ અંબાણીએ એરિક્સન કંપનીનુ ૪૬૨ કરોડ રુપિયાનુ દેવુ તો ચુકવી દીધુ છે અને જેલમાં જતા પણ બચી ગયા છે.
જોકે મોટો સવાલ એ છે કે, અનિલ અંબાણીની મુસિબતો એ પછી ઓછી થશે કે કેમ?અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ પર કુલ ૧.૦૩ લાખ રુપિયાનુ દેવુ છે અને તેના પરનુ વ્યાજ જ ૧૦૦૦૦ કરોડ રુપિયા થવા જાય છે.જોકે ગ્રુપે પોતાની મિલકતો વેચીને ૬૦ ટકા દેવુ ચુકવી દેવાની યોજના બનાવી છે.એવો અંદાજ છે કે આ વર્ષ દરમિયાન અનિલ અંબાણી પરનુ દેવુ વધીને ૧.૭૨ લાખ કરોડ પર પહોંચી ગયુ છે.કંપનીનુ અનુમાન છે કે મિલકતો વેચીને દેવુ ઘટીને ૪૮૦૦૦ કરોડ રહેશે.આરકોમ પર જ ૩૮ લેણદારોને ૪૭૦૦૦ કરોડ રુપિયા ચુકવવાના બાકી છે.કંપની પોતાની મિલકતો વેચીને ૨૫૦૦૦ કરોડ રુપિયા મળશે તેવી આશા રાખી છે.
મુંબઈ સ્થિતિ પ્રોપર્ટીના વેચાણમાંથી ૧૦૦૦૦ કરોડ મળી શકે છે.અનિલ અંબાણીની અન્ય કંપની રિલાયન્સ ઈન્ફ્રાએ મુંબઈનો પોતાનો વ્યવસાય અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને વેચ્યો છે.આ સોદો ૧૮૦૦૦ કરોડમાં થયો છે.અન્ય કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પર ૫૩૦૦ કરોડનુ દેવુ છે.જે ચુકવવા માટે નાદારની પ્રક્રિયામાંથી કંપની પસાર થઈ રહી છે.તાજેતરમાં મુકેશ અંબાણીએ આરકોમની સંપત્તિ ખરીદીને અનિલ અંબાણીને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ ટેલિકોમ વિભાગે કહ્યુ હતુ કે મુકેશ અંબાણીની કંપની જીઓ જો આરકોમની સંપત્તિ ખરીદે તો તેને આરકોમનુ દેવુ પણ ચુકવવુ પડશે.જેના પગલે આ ડીલ થઈ શકી નહોતી.

Related posts

दुश्मन के घर में घुसकर भी मार सकते : राजनाथ सिंह

aapnugujarat

મોદી વિરુદ્ધ મનમોહનસિંહે રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો

aapnugujarat

કેન્દ્ર પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવા નાણાં નથી

editor

Leave a Comment

UA-96247877-1