Aapnu Gujarat
રમતગમત

ખેલાડીઓને આઈપીએલ મેચો રમવા પર મર્યાદા ના હોવી જોઈએ : કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતના વર્લ્ડ કપ ટીમના સંભવિત ખેલાડીઓ પર આઈપીએલ મેચ રમવાની મર્યાદાના મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. વિરાટે જણાવ્યું કે, ખેલાડીઓ પર આઈપીએલ મેચ રમવાની મર્યાદા ના લાદવી જોઈએ.
વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન પાક્કું હોય તેવા ખેલાડીઓને આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને વર્કલોડ અંગેની કોઈ સુચના મળી નથી.કોહલીના મતે તમામ ખેલાડીઓ પોતાની રીતે વર્કલોડ મેનેજ કરવામાં કુશળ છે અને વર્લ્ડ કપમાં આઈપીએલની કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. કોહલીએ વધુમાં જણાવ્યું કે, હું ૧૦-૧૫ મેચ રમી શકું છું, તેનો અર્થ એ નથી કે અન્ય ખેલાડી પણ તેટલી જ મેચ રમી શકશે. જો મારું શરીર મને સાથે આપે છે તો મારે તેટલી જ મેચ રમવી જોઈએ અને બાકીની મેચમાં આરામ કરવો જોઈએ.
વિરાટ કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો સુકાની છે. કોહલીના મતે કોઈ ખેલાડીનું શરીર વધુ અથવા ઓછી મેચ રમવા અનુકૂળ હોય છે. આ દરેકની વ્યક્તિગત બાબત છે. ક્રિકેટ વર્લ્ડ કપ દરેકને રમવાની ઈચ્છા હોય છે. જેથી પોતાના વર્કલોડને પ્લેયર તેમની રીતે મેનેજ કરી શકે છે અને વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટને કોઈ ટાળવાનું પસંદ નહીં કરે.
ભારતના વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ ગેરી કર્સ્ટને આ મામલે જણાવ્યું કે, વર્લ્ડ કપ પૂર્વે દરેક પ્લેયરને આ ટુર્નામેન્ટ એક તક પુરી પાડશે અને પ્લેયરને તેનાથી લાભ થશે. કર્સ્ટનનું માનવું છે કે આઈપીએલ ખેલાડીઓને વર્લ્ડ કપ અગાઉ તૈયારી માટેની તક આપશે. આઈપીએલની મેચો ખેરખેર ઘણી દબાણવાળી હોય છે અને તેનાથી વર્લ્ડ કપ પૂર્વે ખેલાડીઓને તૈયારી માટે મોટો અવકાશ રહેલો છે, તેમ કર્સ્ટને વધુમાં જણાવ્યું હતું.

Related posts

ISSF World Cup : Elavenil Valarivan wons Gold in 10m Air Rifle

aapnugujarat

Sultan of Johor Cup: India defeated Malaysia by 4-2

aapnugujarat

કોહલી એન્ડરસનની બોલિંગ સામે કન્ફ્યુઝ થઈ જાય છે : ઇરફાન

editor

Leave a Comment

UA-96247877-1