Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : અમિત શાહની યોગી સાથે મિટિંગ

લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ પર મથામણનો દોર જારી રહ્યો છે. આજે ભાજપ પ્રમુખ અમિત શાહે ઉત્તરપ્રદેશના ઉમેદવારોના નામને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રી સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી. વાતચીતનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો. બીજી બાજુ લાંબા ઇન્તજાર બાદ ભાજપે અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી હતી. આંધ્રપ્રદેશની ૧૨૩ અને અરુણાચલની ૫૪ સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ ચાર રાજ્યોમાં યોજાનાર છે જેમાં અરુણાચલ, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે. બીજી બાજુ લોકસભા ચૂંટણીને લઇને મોટા ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આગામી લોકસભા અને ત્યારબાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠકોનો દોર જારી રહ્યો છે. મારાષ્ટ્રમાં નવનિર્માણ સેનાએ ચૂંટણી નહીં લડવાની વાત કરીને તમામને ચોંકાવી દીધા છે. બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી આજથ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રિયંકા વાઢેરાએ કાર્યકરો સાથે વાતચીત પણ શરૂ કરી હતીી. પ્રવાસ દરમિયાન પ્રિયંકા લખનૌ, અલ્હાબાદ, ભધોઇ, મિરઝાપુર અને વારાણસીમાં જશે. લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે.

Related posts

હેગડેની જીભ કાપી લાવનારને ૧ કરોડના ઇનામનું એલાન

aapnugujarat

Jagdeep Dhankar takes oath as 28th governor of West Bengal at Raj Bhavan

aapnugujarat

FPI દ્વારા જાન્યુઆરીમાં ૫૩૦૦ કરોડ ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1