Aapnu Gujarat
રાષ્ટ્રીય

હેગડેની જીભ કાપી લાવનારને ૧ કરોડના ઇનામનું એલાન

કર્નાટકના પૂર્વ જિલ્લા પંચાયત સભ્યે કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેની જીભ કાપી લાવનારને ૧ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન હેગડેએ રવિવારે કુકનૂરમાં એક સભામા કથિત રીતે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષ લોકોને પોતાના ખાનદાન વિશે કોઇ જાણકારી હોતી નથી.
કલબુર્ગીના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય ગુરુસંત પટ્ટેદારે કહ્યું કે હેગડેના નિવેદનતી દલિતો, મુસલમાન, પછાત જાતિઓ અને ધર્મનિપેક્ષવાદીઓને ઠેસ પહોંચી છે.પોતાને દલિત નેતા બતાવનાર પટ્ટેદારે કેન્દ્રીય પ્રધાનની જીભ કાપીને લાવનારને ૧ કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.આ માટે તેમણે ૨૬ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.
પટ્ટેદાર હાલ અસદુદ્દીન ઔવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મસલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન સાથે જોડાયેલા છે.મહત્વનું છે કે કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ ફરી એક વખત વિવાદીત નિવેદન કરતાં રાજકારણ ગરમાયું. તેમણે કહ્યું કે, જે લોકો પોતાને બિનસાંપ્રદાયિક અને બુદ્ધિજીવી માને છે, તેમની પોતાની કોઈ ઓળખ હોતી નથી અને તેઓ પોતાનાથી અજ્ઞાત હોય છે.તેમણે કહ્યું કે, ભાજપ બંધારણમાં બદલાવ કરવા સત્તામાં આવી છે. હેગડેના આ નિવેદન પર વિવાદ શરૂ થયો છે.
હેગડે પર શાબ્દિક હુમલો કરતાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, કેન્દ્રીય પ્રધાને બંધારણ પર અભ્યાસ કર્યો નથી અને તેઓ સંસદીય અને રાજકીય ભાષાથી અજાણ છે.અનંતકુમાર હેગડેએ કહ્યું, ‘જે લોકો પોતાની જાતને બિનસાંપ્રદાયિક ગણાવે છે. તેઓ તેમના લોહી વિશે અજાણ હોય છે. હા, બંધારણ અધિકાર આપે છે કે આપણે બિનસાંપ્રદાયિક તરીકે ઓળખાવીએ, પરંતુ બંધારણમાં ઘણી વખત સુધારા થયા છે. અમે પણ તેમાં સુધારા કરીશું અને તેના માટે જ અમે સત્તામાં આવ્યા છીએ.’
કોપ્પલ જિલ્લાના કુકાનુરમાં બાહ્મણ યુવા પરિષદના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ‘જે લોકો પોતાના મૂળથી અજાણ રહીં પોતાને બિનસાંપ્રદાયિક કહી રહ્યાં છે. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. તેઓ પોતાના મૂળથી અજાણ હોય છે, પરંતુ તે લોકો બુદ્ધિજીવી હોય છે.’ આ પ્રસંગે તેમણે પરિષદની મહિલા વિંગની વેબસાઈટ લોન્ચ કરી હતી. તેમણે કહ્યું કે, ‘તમે લોકો પોતાની શરીરમાં દોડી રહેલા લોહી વિશે જાણો છો, તેથી હું તમને નમન કરું છું.’બંધારણ વિશે કરેલા હેગડેના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હેગડેના જવાબમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું, “દેશનો દરેક નાગરિક ભારતીય છે તથા દરેક ધર્મને સમાન અધિકાર પ્રાપ્ત છે. હેગડે મૂળભૂત જાણકારીથી અજાણ છે.”

Related posts

સિદ્ધારમૈયા સ્લીપ મોડમાં છે અને કોઇ જ કામ કરી રહ્યા નથી : મોદી

aapnugujarat

દેશમાં કોરોનાના સર્વાધિક ૧.૨૬ લાખથી વધુ નવા કેસ, ૬૮૫ લોકોના મોત

editor

રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા નથી માંગતો, ઉષા પતિ બની ખુશ છું : વેંકૈયા નાયડુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1