અલગ-અલગ રાજકીય પક્ષોમાં દેશના નવા રાષ્ટ્રપતિને ચૂંટવાની કવાયત તેજ જોવા મળી રહી છે ત્યારે કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ પ્રધાન એમ.વેંકૈયા નાયડુએ પોતાના અંદાજમાં ખુદને રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાંથી બહાર બતાવ્યાં છે.વાસ્તવમાં કેટલાક સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં વેંકૈયા નાયડુને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત દાવેદાર ગણાવી રહ્યાં છે ત્યારે આ સંદર્ભે નાયડુને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે પોતાના ચિતપરિચિત શૈલીમાં જવાબ આપતાં કહ્યું કે, ન તો હું રાષ્ટ્રપતિ બનવા માગુ છું કે ન તો ઉપરાષ્ટ્રપતિ. હું માત્ર ઉષા પતિ બનીને જ ખુશ છું.ઉલ્લેખનીય છે કે, જુલાઈ માસમાં હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ તે અંગે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ