Aapnu Gujarat
ગુજરાત

સીએમ રૂપાણીનો પ્રહાર, હાર્દિક કોંગ્રેસનું રમકડું, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે

આજે અમદાવાદમાં કોંગ્રેસની કોરોબારી સમિતિની બેઠક થઇ હતી આ બેઠકમાં સોનિધા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિહ સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યં હતા. ત્યારે હાર્દિક પટેલ પણ આજે કોંગ્રેસમાં જોડાયો હતો. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાર્દિક કોંગ્રેસનું રમકડું છે. આજે તે ખુલ્લો પડી ગયો છે.મીડિયા સાથે વાતચીત કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, અમે તો વર્ષોથી કહેતાં આવ્યા છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસનું જ રમકડું છે. તે કોંગ્રેસ માટે જ આંદોલન ચલાવતો હતો. તેને સમાજની કંઇ પડી જ નહોતી. હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે. પાટીદાર સમાજ જ તેને આ ચૂંટણીમાં હરાવશે.તેમણે કહ્યું કે, હાર્દિક અનેકવાર મીડિયા સમક્ષ કહી ચૂક્યો છે કે, તે કોંગ્રેસમાં જોડાવવાનો નથી. મારા સમાજને અનામત મળવી જોઇએ. તેણે માત્ર પ્રજા સાથે છેતરપિંડી કરી છે. તે કોંગ્રેસમાં જોડાવવા જઇ રહ્યો છે ત્યારે તે ખુલ્લો પડી ગયો છે. તેની વાત હવે પ્રજા સામે આવી ગઇ છે.ઉપરાંત વિજય રૂપાણીએ કોંગ્રેસની મળી રહેલી કોંગ્રેસની બેઠક પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ બેઠકથી કોઇ ફેર પડવાનો નથી. પરિવારવાદમાં સંપડાયેલી કોંગ્રેસ આમાંથી કંઇ કાઢી શકે તેમ નથી. ગુજરાતની ૨૬ બેઠકો ભાજપને જ મળવાની છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. આ બતાવે છે કે કોંગ્રેસ નેતા, નીતિ અને નિયતથી ખૂબ દૂર છે.રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે સ્વીકાર્યું છે કે ગુજરાત ભાજપનું ગઢ છે. નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. બેઠક અહીં રાખવાનું આયોજન બતાવે છે કે, ગુજરાતની પ્રજાને ભાજપ પર વિશ્વાસ છે અને પીએમ મોદી પ્રત્યે માન છે. આ અમારી જીતની શરૂઆત છે.

Related posts

મ્યુનિ. સ્કૂલબોર્ડ બેઠકમાં અંગ્રેજી શાળા શરૂ કરવાની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ

aapnugujarat

મેરિયોટ હોટેલમાંથી વિદેશી દારૂ વેચવા માટેનું કાંડ ખુલ્યું

aapnugujarat

साबरमती को स्वच्छ बनाकर इतिहास रचेंगे : विजय रुपाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1