Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલમાં હવે તાકાત હોય તો ૫,૦૦૦ પાટીદાર ભેગા કરી બતાવે : લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં એન્ટ્રી લેનાર હાર્દિક પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેંસ ધારણ કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
હાર્દિકના રાજકારણ પ્રવેશની સાથે જ એક સમયના સાથી અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે હાર્દિકને પડકાર ફેક્યો છે કે હાર્દિકમાં તાકાત હોય તો હવે ૫,૦૦૦ પાટીદારોને ભેગા કરી બતાવે.
લાલજી પટેલે એક પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, હવે તેનામાં તાકાત હોય તો ૫,૦૦૦ પાટીદારો ભેગા કરી બતાવે. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પાટીદારો વિરોધ કરશે.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ઘણા સમય પહેલાં પાસના નેતા તરીકે અલ્પેશ કથીરિયાને કમાન સોંપી અને રાજકારણમાં પ્રવેશનો ઇશારો આપ્યો હતો. ભાજપ સતત આક્ષેપો કરી રહ્યું હતું કે હાર્દિકે પાટીદાર આંદોલન કોંગ્રેસના ઇશારે ચલાવ્યું હતું. આ બધાની વચ્ચે હાર્દિકના જ એક સમયના સાથી લાલજી પટેલે તેને પડકાર ફેંકતા વાતાવરણ ગરમાયું છે.

Related posts

૧૫ ઓક્ટોમ્‍બરના રોજ નડિયાદના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાશે

aapnugujarat

સુરેન્દ્રનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાસ વર્કશોપ

editor

હાર્દિક પટેલના વડોદરામાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે કરાયો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1