Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે વધુ એક સ્ટ્રાઇક કરવા ચૂંટણી પ્રક્રિયા લંબાવી : મમતા

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પ્રક્રિયાને એટલા માટે લંબાવવામાં આવી કે જેથી ભાજપ પોતાની યોજના દ્વારા અન્ય એક હુમલો(સ્ટ્રાઇક) કરાવી શકે.
મમતાની પાર્ટી ટીએમસી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ આજે જાહેર કરનારી છે.મમતા બેનરજીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેટલાક વરિષ્ઠ પત્રકારો પાસેથી જાણકારી મળી છે કે અન્ય એક હુમલો કરવામાં આવશે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેઓ જણાવી શકતા નથી કે કયા પ્રકારનો હુમલો કરાશે.
મમતાએ કેન્દ્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આ જ કારણે ચૂંટણી પ્રક્રિયા ૧૯ મે સુધી ચાલશે.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેર્યું હતું કે તેઓ મંગળવારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. જેના માટે તેમણે પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, આ બેઠકમાં ટીએમસીના તમામ જિલ્લા અધ્યક્ષ હાજર હશે.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકોમાંથી તમામ ૪૨ બેઠકો પર વિજ્ય પ્રાપ્ત કરશે. મમતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ માટે મારા મનમાં ખૂબ જ સન્માનજનક છે. પરંતુ ભાજપ અહીંની સ્થિતિ ખરાબ કરવા માંગે છે.

Related posts

સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

editor

સિંગલ જીએસટી રેટ હાલ યોગ્ય રહેશે નહીં : જેટલી

aapnugujarat

સામાન્ય રીતે મુ્‌સ્લિમો રામમંદિરના વિરોધી નથી, સૌની સાથે વાત કરીશ : શ્રી શ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1