Aapnu Gujarat
રાષ્ટ્રીય

વારંવાર મોબાઇલ ચેક કરતા પતિને મહિલા કોન્સ્ટેબલે ગોળી મારી

છત્તીસગઢના ભાટાપારા વિસ્તારમાં ફરજ બજાવતી એેક મહિલા પોલીસ અધિકારીને કોઇની સાથે આડો સંબંધ છે એેવા શક પરથી એનો પતિ ઘડી ઘડી પત્નીનો મોબાઇલ ફોન ચેક કરતો હતો. આખરે ગુસ્સે થયેલી મહિલા પોલીસ અધિકારીએ પતિને ગોળી મારી દીધી હતી.
જો કે પતિ મર્યો નથી,. હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મહિલા પોલીસ ઇન્સપેક્ટર સુનીતા મીંજ અને એના પતિ દીપક શ્રીવાસ્તવે પ્રેમ લગ્ન કર્યાં હતાં.
છેલ્લા થોડા સમયથી દીપકને પત્ની પર શંકા જાગી હતી કે એને અન્ય વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યો છે. એટલે એ વારંવાર સુનીતાનો મોબાઇલ ફોન ચેક કરતો હતો. એની આ પ્રવૃત્તિથી સુનીતા અકળાઇ જતી હતી. એણે પતિને સમજાવવાના ખૂબ પ્રયાસો કર્યા પરંતુ દીપકના મનની શંકા દૂર થતી નહોતી.
આખરે એક નાજુક ઘડીએ સુનીતા ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતાની સર્વિસ રિવોલ્વર વડે પતિ પર ત્રણ ગોળીબાર કર્યા. સદ્ભાગ્યે એક્કે ગોળી એવી રીતે નહોતી વાગી કે પેલો સદાને માટે ઊકલી જાય.ત્ણ તર્ગોળીબાર કર્યો હતો. આવું કંઇ બનવાની પતિની અપેક્ષા નહોતી.
હાજર રહેલા લોકોએ દીપકને બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. રેલવે પોલીસ ફેાર્સે સુનીતાની ધરપકડ કરી હતી. સુનીતાને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને હાલ સુનીતા રાયપુર સેન્ટ્રલ જેલમાં સળિયા ગણી રહી છે.

Related posts

રાહુલ ગાંધીએ કોરોના સંકટ મુદ્દે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

editor

अनुच्छेद 370 और जम्मू-कश्मीर पुनर्गठन विधेयक का समर्थन नहीं कर सकते : सीएम ममता

aapnugujarat

बिहार के मुजफ्फरपुर में चमकी बुखार से मरने वाले बच्चों की संख्या ८४ पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1