Aapnu Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણી ૨૦૧૯ : ગુજરાત ભાજપે જાહેર કરી નિરીક્ષકોની યાદી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.
એક લોકસભા બેઠક માટે ૩-૩ નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે. ૩ નિરીક્ષકોમાં ૨ સિનિયર નેતાની સાથે એક મહિલા નિરીક્ષકને સ્થાન આપવામાં આવ્યું છે.અમદાવાદ પૂર્વમાં શંકર ચૌધરી, જીવરાજ ચૌહાણ, અસ્મિતાબેન શિરોયા, અમદાવાદ પશ્ચિમમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાલુભાઈ શુક્લ, નયનાબેન પટેલ, સુરેન્દ્રનગરમાં સૌરભ પટેલ, નીતિન ભારદ્વાજ, જશુબેન કોરાટ, ભરૂચ બેઠક માટે પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ પાનસેરિયા, અમિતા પટેલ અને જામનગરમાં મનસુખ માંડવિયા, રમણલાલ વોરા, બીનાબેન આચાર્યના નામની જાહેરાત કરવામાં આવી છે.
કચ્છ બેઠક માટે વસુબેન ત્રિવેદી સહિત ૩ નિરીક્ષકો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બનાસકાંઠા બેઠક માટે ભૂપેન્દ્રસિંહ, દુષ્યંત પંડ્યા, કૌશલ્યા કુંવરબાને નક્કી કરવામાં આવ્યા છે. પાટણ બેઠક માટે આઈ.કે.જાડેજા, મયંક નાયક, વર્ષાબેન દોષીના નામની જાહેરાત કરવામાં આવી છે.મહેસાણા બેઠક માટે દિલીપજી ઠાકોર, જગદીશ પટેલ, વિભાવરીબેન દવે, જ્યારે સાબરકાંઠામાં પ્રદીપસિંહ વાઘેલા, મોતી વસાવા, નૌકાબેન પ્રજાપતિ અને ગાંધીનગરમાં પૃથ્વીરાજ પટેલ, નટુજી ઠાકોર, નીમાબેન આચાર્યને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Related posts

શાળાના આચાર્યએ જ સગીર વિદ્યાર્થીઓ સાથે શારિરીક શોષણ કરતાં ચકચાર મચી

aapnugujarat

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

લોકસભાની ચૂંટણી માટે ભાજપે આઠ નેતાઓને સોંપી જવાબદારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1