Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ઓબીસી માટે અનામત ૧૪ ટકાથી વધારી ૨૭ ટકા કરી દેવાઈ

લોકસભાની ચૂંટણી પહેલા જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારે રાજ્યમાં ઓબીસી ક્વોટાની અનામત ૧૪ ટકાથી વધારીને ૨૭ ટકા કરી નાંખી છે.
મધ્યપ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલે રાજ્ય સરકારના અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.લોકસભાની ચૂંટણીમાં ઓબીસી વોટબેન્કને રિઝવવા કોંગ્રેસે આ દાવ રમ્યો હોવાનુ મનાય છે.
આ માટે સરકારે અધ્યાદેશ લાવી દીધો છે.જેથી લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા તેન મંજુરી આપી દેવાય.ઓબીસીએ ભાજપના શાસનકાળમાં શિવરાજસિંહનુ ભરપૂર સમર્થન કર્યુ હતુ.આ સમુદાયના મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં સૌથી વધારે સમય માટે શાસન કરી ચુક્યા છે.
૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ઓબીસીના ૫૦ ટકા મત ભાજપને મળ્યા હતા.હવે જ્યારે લોકસભામાં રાજ્યની ૨૯ પૈકી ૨૬ બેઠકો પર ભાજપનો કબ્જો છે ત્યારે કોંગ્રેસ તેમને પોતાના પક્ષમાં લેવા માટે ધમપછાડા કરી રહી છે.
જોકે મોદી સરકારે જનરલ ક્વોટામાં આર્થિક આધારે આપેલી ૧૦ ટકા અનામત હજી સુધી કોગ્રેસની કમલનાથ સરકારે રાજ્યમાં લાગુ કરી નથી.
સરકારે એક સમિતિ બનાવીને આ નિર્ણયને લટકાવી દીધો છે અને હવે લોકસભાની આચાર સંહિતા આગામી દિવસોમાં લાગુ થઈ જતા આ કાયદાનો લાભ સામાન્ય વર્ગના લોકોને નહી મળે.

Related posts

મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલોકની પ્રક્રિયા હાથ ધરાશે

editor

शिवसेना का सवाल : कृषि विधेयकों के मंजूर होने के बाद क्या किसानो की आय सच में डबल होगी?

editor

સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે : મેહબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1