Aapnu Gujarat
બિઝનેસ

હવે બેંક ઓફ બરોડાની લોન સસ્તી

બેંક ઓફ બરોડાએ પણ વ્યાજદોરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંક સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે એમસીએલઆર દરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કરાશે. ઘટેલા વ્યાજદરનો નિર્ણય આગામી સાત માર્ચથી અમલી બનશે. ત્યારબાદ બેંક હોમ લોન, ઓટોલોન અને પર્સનલ લોન સસ્તી થશે. આજે બેંક ઓફ બરોડાનાં શેરમાં પણ તેજી જોવા મળી હતી. બેંક ઓફ બરોડાનાં શેર ૪ ટકાનાં વધારા સાથે ૧૧૨ રૂપિયા સુધી આગળ વધ્યા હતાં.હવેથી બેંકનાં એમસીએલઆર દર વર્ષાંતે ૮.૭૫ ટકા રહેશે. જ્યારે છ મહિના માટે બેંકની એમસીએલઆર દર ૮.૭ ટકા થશે. ત્રણ મહિના માટે ૮.૫ ટકા રહેશે.
તાજેતરમાં જ રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસાએ તમામ બેંકો સાથે બેઠક કર્યા બાદ સવાલ કર્યો હતો કે તમામ બેંકો રિઝર્વ બેંકનાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને કેમ આપતી નથી. જો કે ત્યાર પછી જ બેંકે વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરી છે.
અત્યાર સુધી કોટક મહિન્દ્રા બેંક,અલ્હાબાદ બેંક પીએનબી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકનાં વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે એમસીએલઆર દરોમાં ૦.૦૫ ટકા વ્યાજ ઘટાડાનો નિર્ણય કર્યો. બેંકનો એક વર્ષનો એમસીએલઆર દર ૯ ટકા થઈ ગયો છે.આ સિવાય અલ્હાબાદ બેંકમાં એક વર્ષનો એમસીએલઆર દર ૮.૬૫ ટકા છે.
બેંકે તાજેતરમાં જ એમસીએલઆર દરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો.ચ પંજાબ નેશનલબેંકે પણ ૦.૧૦ ટકા ઘટાડ્યો છે. ત્યાર પછી બેંકની એક વર્ષની એમસીએલઆર વ્યાજદર ૮.૫૫ ટકા થઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (એસબીઆઈ)એ ૩૦ લાખની હોમ લોન પર ૦.૦૫ ટકા વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

Related posts

पंजाब नैशनल बैंक : पहली तिमाही में १,०१९ करोड़ रुपये का शुद्ध लाभ

aapnugujarat

૨૦૧૭માં વધેલી સંપત્તિ પૈકીની ૭૩ ટકા અમીરની

aapnugujarat

ग्राहकों की शिकायतों के ऑनलाइन निपटारे के लिए RBI ने शुरू किया CMS

aapnugujarat

Leave a Comment

UA-96247877-1