Aapnu Gujarat
Uncategorized

પાણીની સમસ્યા મુદ્દે જામનગર-સાણંદના ખેડૂતોનો હલ્લાબોલ

હાલ ગુજરાતમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોએ આજે પોતાનો આક્રોશ સરકાર સામે વ્યક્ત કર્યો હતો. પાણી જેવી ગંભીર સમસ્યાને પગલે જામનગર અને સાણંદમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યું છે. એક તરફ સાણંદમાં ૧૦૦૦થી વધુ ખેડૂતો ઉમટ્યા હતા. તો બીજી તરફ, જામનગરમા ખેડૂતોએ ડેમમાં ઉતરીને વિરોધ દર્શાવ્યો છે.
પિયત અને પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઇને જામનગરના ખેડૂતોએ આજે સરકારનો વિરોધ કર્યો હતો. એક તરફ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખેડૂતોએ આજે પોતાની માંગ અને આક્રોશ વ્યક્ત કર્યા હતા. જામનગર ગ્રામ્ય પંથકના ખેડૂતો પાણીના પ્રશ્નને લઈને ઊંડ-૧ ડેમમાં ઉતર્યા હતા. ખેડૂતોએ ખાલી ડેમમાં ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી તરફ, ખેડૂતોએ તળિયાઝાટક ડેમમાં ક્રિકેટ અને ફૂટલોબ રમીને પાણીની સ્થિતિથી સરકારને અવગત કર્યા હતા. આ વિરોધમાં ૪૦ જેટલા ગામના ખેડૂતો જોડાયા હતા.
અમદાવાદના ખેડૂતો સરકાર સામે લડતના મૂડમાં આવી ગયા છે. સાણંદ તાલુકાના માણકોલ ચોકડી પાસે આજે ખેડૂતોની જંગી સભા યોજાઈ હતી. સિંચાઈ સુવિધાની મુખ્ય માંગ સાથે યોજાયેલી આ સભામાં જિલ્લાભરના ૧૦૦૦થી વધુ ખેડૂતો જોડાયા હતા. એકઠા થયેલા ખેડૂતો મુખ્ય ઉદ્દેશ ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરવાની માંગ છે. ફતેવાડી કેનાલ પાણી ન મળતાં ૫૦૦૦૦ એકર જમીનને અસર થઈ છે. ખેડૂત સમેલનમા થકી સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો આગમી રણનીતિ અપનાવી ખેડૂતો લડવાના મૂડમાં આક્રમક છે. ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોની જંગી સભા યોજાઈ છે.

Related posts

ભાવનગરમાં અકસ્માત બાદ ફરાર થયેલ ડ્રાઇવર ઝડપાયો

aapnugujarat

અમદાવાદના સ્મશાનગૃહમાં મૃતદેહના વેઇટિંગના નામે પૈસાની માગણી

editor

Google Home One-ups Amazon Echo, Now Lets You Call phones

aapnugujarat

Leave a Comment

UA-96247877-1